________________
[૧૦.૬] વિધ વિધ ભય સામે.
૩૭૧
હવે હતું કશું નહીં. બાવળિયાનું ઠૂંઠું આમ ઊભેલું હતું ને ઉપર પાંદડા-બાંદડા કંઈ નહીં ને, એટલે માણસ જેવું દેખાય. તે મને એમ લાગ્યું આ લોકો કહેતા'તા એ વાત સાચી છે કે આ જગાએ રહે છે. તે ત્યાંય એવું કર્યું હતું. મેં કહ્યું, “ચાલો હવે, એને અડીને જ જવું આપણે.”
આ સામા જવાની ટેવ પહેલેથી, એટલે હું તો એ ભૂતના ભણી જ ચાલ્યો રોફભેર.. મૂળ તો ક્ષત્રિય પ્રજાને ! ત્યાં ગયા ત્યારે તેને હું અડ્યો તો દૂઠું નીકળ્યું ! બાવળિયાનું દૂઠું જોયું.
ક્ષત્રિય સ્વભાવ તે નીડરતાનો ગુણ મૂળથી
એટલે પચ્ચીસ-ત્રીસ વર્ષની ઉંમરમાં ભૂતની શોધખોળ કરવા નીકળેલો. અમારો ધંધો કોન્ટ્રાક્ટનો એટલે રાતે નીકળીએ, તે જ્યાં ભૂતા છે કહે ત્યાં રહીને જઈએ. અને મૂળથી ડર નહીં ને, એટલે વધારે ફાવે.
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : નીડરતા મૂળથી. મુખ્ય ગુણ નીડરતા હોવી. ડર કોઈનો નહીં, બહારવટિયા હોય તોય.
પ્રશ્નકર્તા: દાદા, હવે એ નીડરતાનો ગુણ જે છે તે કયો, પૌગલિક ગુણ કે આત્માનો ગુણ ?
દાદાશ્રી : એ તો આ પુદ્ગલનો જ ગુણ. આત્મામાં તો આવો ગુણ હોય જ નહીં ને ! મૂળ ક્ષત્રિય સ્વભાવ, નમતું નહીં જોખવાની ટેવ.
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : પછી તો ટાઈમ આવે ત્યારે નમતું જોખાવડાવે ને ! બે દહાડા ભૂખ્યા રાખે ને, એ બધું નમતું થયું. આ બધા જંગલી જાનવરને શી રીતે વશ કરે છે ? ભૂખે મારીને વશ કરે છે. પરમાણુ એવા ભરેલા હોય ને પણ મૂળ ક્ષત્રિય.
પ્રશ્નકર્તા : મૂળ, પરમાણુને લીધે ખેંચાણ એવું રહે.