________________
૩૭૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
મને તો આ વાગ્યું.' કહે છે. મેં કહ્યું, “હંડ, પાટાપીંડી કરીશું હવે. છાનોમાનો આવે ત્યાં આગળ. હેંડ, હેંડ, જરા ત્યાં સુધી ઠંડ.” તે મહુડાની પેલે સુધી લઈ ગયો. પછી મેં કહ્યું, “જા હવે, લે બીડીઓ આપું.” થોડી તેને બીડીઓ આપી. પાંચેક રૂપિયા આપ્યા હશે, એનો શો ગુનો બિચારાનો?
સાંભળેલા જ્ઞાતિના આધારે વહેમ એ ત્યાંથી જ ખોળી કાઢ્યું કે આ બધી કલ્પના છે કોઈ જાતની. આપણે જેવું કહીએને એવું દેખાય. એ હસ્યું, એ ઊંચું થયું. હવે ખરેખર કશુંય હતું નહીં. રાતે અગિયાર વાગે પણ પહેલો વહેમ શી રીતે પડ્યો? ત્યારે ત્યાં આગળ પવન હશે, અંધારું હશે, તે પવનમાં કોઈ દીવાસળી સળગાવતો હશે બિચારો, બીડી સળગાવવા માટે. તે પેલો પવન ખૂબ એટલે બીડી સળગાવવા ફરે, તે દીવાસળી સળગાવે ને ઓલવાઈ જાય. તે બે-ત્રણ દીવાસળી ભેગી કરીને સળગાવે. પવનને લીધે દીવાસળીઓ સળગાવ્યે જતો, તે એના ભડકા દેખાતા હતા.
એ દીવાસળીનો ભડકો આવડો (નાનો) હશે પણ મને તો આવડો (મોટો) દેખાય. કારણ જેવો દેખીએ (કલ્પીએ) એવો દેખાય. આ વાત શું હતી કે પેલા મહુડામાં ભૂત છે, એવું જ્ઞાન આપણને લોકોથી થયેલું. તે ત્યાંથી જ વહેમ પડી ગયેલો. ખરેખર બીજું કશું હોતું નથી.
એટલે મેં બે-ત્રણ જગ્યાએ આવા ભૂતા જોયેલા પણ બધું આવું. કલ્પના ખાલી, ખરેખર કશુંય નહીં. બે-ત્રણ વખત દાખલા જોયા, લોકોએ કહ્યું કે આ જગ્યાએ ભૂત રહે છે, તે (કલ્પનાથી) જોયું. છે ખરા ભૂત, નથી એવું નહીં પણ મને મળ્યા નથી.
બાવળનું ટૂંઠું લાગ્યું ભૂત સમ એક વખત પાલેજ-બારેજા આગળ અમારું નાના નાળાનું કામ ચાલે. તે રાતે એક ફેરો અંધારામાં હું જતો'તો. કોન્ટ્રાક્ટનો બિઝનેસ એટલે મોડું થાય, પછી અંધારામાં જવું પડે. તે અંધારું થઈ ગયેલું. એટલે ભૂત દેખાયું હારું, હાલતું-ચાલતું દેખાયું.