________________
૩૬૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
તે વાત યાદ આવી. આ જે મહુડો છે ને, તેની પર ભૂત રહે છે. એવી વાત સાંભળેલી કે ત્યાં રસ્તામાંના મહુડામાં ભૂત છે. મહુડો આવવાનો થયો ને, એટલે મને ભૂત દેખાવા માંડ્યું. ત્યારે મનમાં વહેમ પડી ગયો, વખતે ભૂત આવ્યું હશે કે શું હશે તે ?
ત્યાં જોયું તે આમ ભડકા દેખાય મોટા-મોટા ને ઓલવાઈ જાય. ભડકા થાય ને ઓલવાઈ જાય. ભૂતના ભડકા જોવામાં આવ્યા. બસો ફૂટ આઘેથી મને તો ભડકો દેખાયો. પછી તો સાઈકલ જોરથી મારી મુકી. નજીક આવ્યા અને મને મોટો ને મોટો ભડકો દેખાય. મને લોકોનું કહેવું સાચું લાગ્યું. પછી મને વિચાર આવ્યો કે આવી ફસાયા, ત્યારે આપણે સાહસ જ કરો !
શૂરાતતવાળો સ્વભાવ, તે ભયની સામે પડ્યા
એટલે પછી હું તો મૂળ શૂરાતન રંગવાળો ખરો ને ! તે ભયની સામે હથિયાર ખોળી કાઢ્યું. મહીં ભડક તે આમ આમ થાય કે સાલું, આ છે શું તે ? એટલે ડર તો એક બાજુ લાગ્યો પણ બીજી બાજુ હુમલો કરવાની ટેવ. આ જ્ઞાન નહોતું થયું, ત્યારે એક કુટેવ હતી કે જ્યાં જ્યાં અડચણ હોય, જ્યાં બીક હોય ત્યાં સામા જવું એવી ટેવ, પાછા નહીં ફરવું. તે એ ટેવે જોર કર્યું. એ ભૂત હોય તો ભૂત, એની સામે પડવું. જે થવાનું હશે થશે, નાસવું નહીં. મેં શું નક્કી કર્યું?
પ્રશ્નકર્તા : ભૂતથી આમ નાસવું નહીં.
દાદાશ્રી : નાસવું નહીં, આપણે સામું પડવું. જે થવાનું હશે એ થશે. એ પડી ત્યારે પડવા દે આખીયે. ટપલે પેલું માથું કાણું થાય તો એના કરતા આપીએ નહીં ? જે હોય તે, આપણે એની ઉપર પડો. હવે પાછું નથી ફરવું. પાછા ફરીએ તો વળગશે આપણને. ભાગીએ તો ચોંટી પડે છે. લોક શું કહે, “ભૂતથી ભાગ્યા એટલે તમને એ ચોંટી પડે.” પણ એ તો મને કટેવ જ નહીં, ભાગવાની ટેવ જ નહીં. નહીં તો બીજો હોય તો ત્યાંથી પછી પાટલી ફેરવી દે. ત્યાંથી કંઈ નાસી જવાનું છે ભૂત ? શું કહે છે સાહેબ ?
પ્રશ્નકર્તા : બીજો હોય તેને પરસેવો છૂટી જાય.