________________
[૧૦.૬] વિધ વિધ ભય સામે.
૩૬૭
દાદાશ્રી: હું તેર વર્ષનો હતો ત્યારે તાવ આવેલો અને બંધ ઓરડામાં બેઠેલો, બારણા વાસીને. સામે મોટું કબાટ હતું, તે એને બારણા નહીં. ગોખલા ખરા મહીં. ત્રણ-ચાર માળના ગોખલાવાળા કબાટ હોય, પણ બારણું ના હોય એને. એકવાર આંખ ઉઘાડી તો સામે ઝાંખું દેખાયું, ત્યાં મારા (પહેલાં) ભાભી દેખાયા. મને તો મણિભાઈના પહેલાં વહુ દેખાવા માંડ્યા. મણિભાઈ પહેલાં પરણેલા ને, તે સૂરજભાભી દેખાવા માંડ્યા. અને એમનો બાબો મેં જોયેલો, તે બાબો ને ભાભી બેઉ દેખાવા માંડ્યા. મેં કહ્યું,
આ ક્યાંથી આવ્યા પાછા ?” તે પણ બાબાને લઈને ચઢ-ઊતર કરતા દેખાય. અને પછી એ ગોખલામાં પહેલે માળે ચઢે, પછી પાછું છોકરું દેખાય. બીજે માળે ચઢે, છોકરું દેખાય. મેં કહ્યું, “આ ભૂત છે કે શું છે આ ?” લોકો કહેતા હતા કે તે મરી ગયા ને ભૂત થયા છે. તે મને તાવના ધેનમાં એવું દેખાયું. તે મને બીક પેઠી. તે એવી પ્રતિષ્ઠા કરેલી તે દેખાયું. ભૂત થયેલા એ જ્ઞાન હાજર થયું. અને લોકોએ સ્થાપના કરી હતી કે ભૂત છે, તેથી દેખાયું. તે હું તો પછી કંટાળ્યો ને ભય પામી ગયો. પછી તો એકદમ આંખ મીંચીને બારણું ખોલી નાખ્યું. એટલે ભૂત દેખાતું બંધ થયું. આ બધા કલ્પનાના ભૂતા ! આપણે જેવું કલ્પીએ ને, એવું દેખાય. જેનો વિચાર આવે તેવું દેખાય. માટે સમજવું કે જેવી પ્રતિષ્ઠા કરીએ તેવું ફળ આપે.
લોકોએ કહેલું તે દેખાયું મહુડામાં ભૂત હું ધંધો કરતો હતો, ત્યારે અમારું કોન્ટ્રાક્ટનું કામ ચાલે ત્યાં આગળ. અહીં જરોદમાં આ વિશ્વામિત્રી બ્રીજ બાંધેલો. તે બાંધવાનો રાખેલો કોન્ટ્રાક્ટ, ૧૯૩૨માં. ત્યારે ચોવીસ વર્ષે બ્રીજમાં (લો લેવલ) કામ ઉપર જતો હતો. ત્યાં કામની સાઈટ ઉપર મકાન રાખ્યું હોય, ત્યાં રહેવાનું રાખ્યું હોય. સાઈટ ઉપર રહીએ, તે ત્યાં જઉ સાઈકલથી. એક દહાડો સાઈકલ લઈને ગામમાં ગયેલો. તે ત્યાં ગામમાં જઈને પછી પાછા આવતા મોડું થયું. રાત્રે સાડા અગિયારે જતો હતો અંધારામાં, સાઈકલ ઉપર. રસ્તો દડવાળો અને અંધારું ઘોર થઈ ગયેલું. મોડું થઈ ગયેલું, તે સ્પીડી સાઈકલ મારી.
તે લોકોએ મને કહેલું કે આ જગ્યાએ છે આવું. લોકોએ કહેલી