________________
૩૬૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ક્ષણે ક્ષણે ભયવાળું, ક્ષણે ક્ષણે દુઃખવાળું, ક્ષણે ક્ષણે ઉપાધિવાળું દેખાતું'તું. એટલે મૂછ જ ના થાય ને કોઈ જગ્યાએ. કોઈ જગ્યાએ ટેસ્ટ જ ના
આવે.
અને બીજું મને સમજાઈ ગયેલું કે આ કુદરતી ચીજો બધી જ લોન ઉપર છે, તે જ્યારે-ત્યારે રીપે (ચૂકતે) કરવી પડશે જ. અને જગતની ચીજો તે મફતમાં નથી મળતી, તે તો પેઈડ કરેલી છે તે જ મળે છે. માટે એક પાઈ પણ બગાડવી ન જોઈએ, નહીં તો રીપે કરવી પડશે. મને બાવીસમા વરસે મહીં અંદરથી જવાબ મળેલો કે “તારે જે લેવું હોય તે લેજે, એ રીપે કરવું પડશે.”