________________
૩૬૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પલંગમાં. પછી મને તો અંદર ઈમોશનલ થવા માંડ્યું એટલે ઊંઘ જ ના આવે પછી. આવી વાત કરે એટલે પછી આપણા મનમાં થાય ને, બળ્યું, તે હુંયે જાગ્યો. તે હુંયે જરા વિચારમાં, સાડા અગિયાર થઈ ગયા ને એ તો નસકોરા બોલાવા મંડ્યો ! આમ બનેવીની ચિંતા કરતો ને અત્યારે ઘસઘસાટ ઊંઘે છે ! એવું આ જગત છે ! ત્યારે મને થયું કે “આ માણસ કઈ જાતનો છે!” હે ભગવાન ! આ દુનિયા આવી હોય ? એના બનેવીની ચિંતાથી મને આખી રાત ઊંઘ ના આવી ! દેખ દુનિયા ! એના બનેવી હારુ હું જાણું છું, હું ઉપાધિ કરું છું અને એ નસકોરા બોલાવે છે ! આનું નામ જગત. નાક (નસકોરા) ના બોલાવનારોય મૂર્મો કહેવાય, નાક બોલાવનારોય મૂર્ખ કહેવાય.
પ્રશ્નકર્તા: હં, બેય છે. દુનિયાનું નિરીક્ષણ કરી છેવટે તારણ કાઢ્યું અમે
દાદાશ્રી : ઊંઘવું તો પડે જ ને ? બનેવી માંદા હોય કે ગમે તે હોય, તે ઊંઘવું જ પડે ને ? પેલી જાગૃતિ મને સતાવે, જેને જાગૃતિ ઓછી હોય તે ઊંઘી જાય. પછી મેં મારી જાતને કહ્યું, “હું ક્યાં આ ડફોળ બન્યો !” જેનો બનેવી માંદો હતો તે ઊંઘી ગયો ને મેં એની વાત સાંભળી તો મને અસર થઈ ગઈ ! આ તો આપણે જ ડફોળ છીએ ! ત્યારથી હું આ રીતે દુનિયા ઓળખતો આવેલો. બીજું કશું નહીં, એનો દોષ નહીં કાઢે. નોંધ લેતો કે દુનિયા શું છે !
પ્રશ્નકર્તા: દાદા, પેલા સાયન્ટિસ્ટના ઑક્ઝર્વેશન હોય ને, તે તમારા ઑક્ઝર્વેશન બધા વિચાર કરેલા છે. બધા ઑન્ઝર્વેશન કરે ને બધાને નોંધે. તે સાયન્સનો નિયમ છે. તે તમે વધારેમાં વધારે નોંધો કરીને વધારેમાં વધારે તારણ કાઢ્યું એ પ્રત્યક્ષ દેખાય છે !
દાદાશ્રી : તે આ બધી નોંધ કરી. પાછો હિસાબેય અમે કાઢેલો હોય, કે ન્યાય કરાવવા જઈએ તો શું થાય ? ત્યારે કહે, “અલ્યા, પણ તે ઊંઘી ના જાય ત્યારે શું કરે ? એ તમે ભૂલ કરી.” એ સાળો એનો ઊંઘી જ જાય ને વખત થાય ત્યારે આપણે સૂઈ જઈએ. ઊલટું મારી ભૂલ કાઢે,