________________
[૧૦.૫] જાણ્યું જગત પોલંપોલ
૩૬૧
ચાલે.” મેં કહ્યું, ‘બળી, તમારી કાણ આવી ને આવી !! ખરી મશ્કરી કરી છે, નહીં ?
પ્રશ્નકર્તા : મીઠી મશ્કરી છે કે ક્રુઅલ (નિર્દય) મશ્કરી છે ?
દાદાશ્રી : એટલે મેં ‘પઝલ” કહ્યું, પઝલ ! મશ્કરી સમજાય તો તો લોકોને કંટાળો જ આવે ને, મારી મશ્કરી કરી ? વ્યવહારમાં બધું ખાયપીવે અને ઉપરથી ડોળ દેખાડે. અને ડોળને લઈને પછી આ ભ્રાંતિ જતી નથી. ડોળ ના જોઈએ, ચોખ્ખું જોઈએ.
પછી મેં અમારા બાને વાત કરી. તે કહે છે કે “ખાય તો ખરા ને, બિચારા ક્યાં જાય તે ?” મારા મનમાં કે દિલના સાચા હશે લોક. હવે એવું હોય ત્યારે ઢેબરા કે જે આવ્યું રોટલા-બોટલા, તે ખાઈને ચાલે ને એમને ? હું તો સમજી ગયો કે આ બધું જગત પોલું છે. મેલો ને છાલ આ તો ! આ તો આપણી જ ભૂલ થાય છે. માટે આવાથી ચેતીને ચાલો.
એતા બનેવીની ચિંતામાં હું જાણું છે એ નસકોરા બોલાવે
બીજા એક જણ મારા ઓળખાણવાળા હતા, તેમને ત્યાં બહારગામ ઊતર્યો હતો. તે મને કહે કે “મારા બનેવીની તબિયત હમણાં બહુ બગડી ગયેલી છે, સીરિઅસ છે. એટલે મને તો આખો દહાડો ચેન પડતું નથી. પરમ દહાડે જ ત્યાંથી ખબર જોઈને પાછો આવ્યો. નાની ઉંમરના, ‘બહુ સીક (માદા) છે” એમને ત્યાંથી એવો તાર આવ્યો છે.” ત્યારે મને એમ સમજાયું કે આની બહેનની ઉંમર પાંત્રીસ-છત્રીસ વર્ષની, ધણી આડત્રીસ વર્ષનો તો આને કેટલું દુઃખ થતું હશે ? તે આમ ચિંતા કર્યા કરતો હતો. તેમની આ વાત સાંભળીને મનેય ચિંતા થવા માંડી, અને તે વખતે મને “જ્ઞાન” થયેલું નહીં. એટલે મેંય સૂરમાં સૂર પૂરાવ્યો કે “ભાઈ, હા, ઘણું ખોટું થાય છે આ બધું. હવે તમારે જોવા જવું પડે ત્યાં આગળ.”
તાર આવેલો તે એવી વાતચીત ચાલે છે. ત્યારે અગિયાર વાગે આમ આડા થઈને વાતો કરીએ અમે પલંગમાં, એય પલંગમાં ને હુંય