________________
૩૬૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પાસે છે તે વિશ્વામિત્રીનું સ્ટેશન, નાનું ફલેગ સ્ટેશન આ નાની ગાડીનું
ત્યાં ગયેલો હતો, ઓળખાણવાળા આવવાના હતા એટલે. હું સ્ટેશન પર એમને મળવા ગયો'તો. તે પછી સ્ટેશન પર બેઠા બેઠા વખત થયો ને સાડા અગિયાર-બાર થયા હતા, તે જેના જમાઈ ઓફ થઈ ગયા'તા ને, તે ભાઈ ભાદરણ જવાના હતા. મારા મનમાં એમ કે એમના જમાઈ મરી ગયા છે એટલે બહુ દુઃખ થતું હશે, તે આપણે એમને મળવું નથી. એમને મળીએ તો એમને દુઃખ થાય, એટલે આપણે નથી મળવું. હું મારા મનમાં આવું ગભરાતો હતો અને પછી તો એ જ ભેગા થયા. તે આમ ફાળિયું બાંધીને બેઠેલા, પેલું જમાઈ ઓફ થઈ ગયેલા એટલે. નહીં તો પાઘડી ઘાલે, તે હું મળ્યો ત્યારે એ એક હાથમાં ઢેબરું અને એક હાથમાં અથાણું જરા ને પેલું મરચું ખાતા'તા. “મૂઓ, આ ડોસો જમાઈ મરી ગયા છે ને મરચું તો છોડતો નથી. એ નિરાંતે ચાવે છે ઢેબરું !” “પૂજાલાલની કાણમાં જાઉ છું” કહે છે. પૂજાલાલ એમના જમાઈ થાય અને આ સસરા શું બોલે છે ? એક હાથમાં ઢેબરું અને એની માથે આમ અથાણું ખાતા જાય છે ને મને કહે છે કે “પૂજાલાલની કાણમાં જાઉં છું.” એટલે મને અજાયબી લાગી. મેં ફોટો જોયો. મને કહે છે, “પૂજાલાલ મરી ગયા.” કહ્યું, “આવી મશ્કરી કરી ! ઢેબરું ને અથાણું હાથમાં !”
પ્રશ્નકર્તા : દાદા, તમે જે કહો છો ને, ત્યારે આમ પિક્સર જોતા હોય એવું લાગે !
દાદાશ્રી : પિક્યર ઊભું થાય તેની બહુ મજા આવે, બધાને ના થાય. પણ એ આમ આમ અથાણું ખેંચે અને ઢેબરું ખાતા જાય ને ચાવતા જાય પાછા. એટલે હું નાનો હતો તોય મને એમ થયું કે બળ્યું, આ એમના સસરા થઈને આ શું બોલી રહ્યા છે ! ઉપરથી પાછા અથાણું આમ આમ કરીને ચાલે છે ! “મૂઆ, છોડને અથાણું, આજનો દહાડો પાંસરો મર ને !” પણ ના મરે આ લોકો તો ! કાણમાં જાવ છો તો અથાણું શા હારુ ખાવ છો હવે ? બે ઢેબરા ખાઈને પાણી પી લો ને ! તો કહે, “ના, અથાણું ખાવું પડે. બે ઢેબરા ખાઈને પાણી પીવે તો ના