________________
૩૫૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
થઈએ છીએ, ત્યારે આપણને શબ્દ રૂપે માલમ પડે છે કે આ તો લૌકિક છે. લૌકિક એટલે શું? ઉપરચોટિયું. કેવું ? સુપરફ્યુઅસ. આ તો સમાજની અંદર જ સડી ગયું છે. શું થયું છે ? સમાજનું બંધારણ રહ્યું નથી અને સમાજમાં સડો, બે બાજુનું કેમ પોસાય ? કાં તો બંધારણ હોવું જોઈએ, નહીં તો જો સડો હોય તો ફેંકી દો ને એ સમાજને, આ સમાજ ના જોઈએ. જે મકાન જીર્ણ થઈ ગયા, એને પાડી નાખો ને અહીંથી.
આ દુનિયા જ આખી લૌકિક છે, આપણે અલૌકિક તરફ હેંડો. આમાં ફસાઈશું, તો માર્યા ગયા જાણો. અને અનંત અવતારની આ ભાંજગડો ! તે નાનપણથી જ મને આ અવળું લાગતું.
મરી ગયો તેનું નહીં પણ પોતાના સ્વાર્થનું રહે
અરે ! કેટલીક વાર તો, જેનો ધણી મરી ગયો તે બૈરી શું કરવા રડે છે ? ત્યારે કહે, એ એના મનમાં એમ રડે છે કે આ મૂઓ મને પૈણ્યો અને પછી કંઈ મૂકી ગયો નહીં ને હવે મારે એકલીને રખડી મરવાનું થયું. એ એના દુ:ખને રડે છે, પેલો મરી ગયો તેને રડતી નથી. પોતપોતાના દુ:ખોથી રડે છે, મરી જાય એને રડતા નથી.
બધે સ્વાર્થની સગાઈ છે આ બધી. આ માણસ મરી ગયા પછી સ્વાર્થનું રડે છે. અને કોઈ કહે, “હું પ્રેમથી રડું છું,’ તો એનો પ્રેમનો સ્વાર્થ છે. પ્રેમ એનું નામ કહેવાય કે જીવે-મરે તોય પ્રેમ રહી શકે છે. એટલે આ બધું સ્વાર્થનું રડે છે. તે એ ગયા પછી રડે. નહીં તો જો ખરું રડવું આવતું હોય ને, તો પહેલેથી રડવું આવે કે હવે શું થશે મારું ?
છેતરાઈને જગતની પોલ પકડતો ગયો હું છેતરાયેલો પહેલાં, ભોળો-ભલો માણસ ! છેતરાયેલો પછી મારા ખઈ સમજી ગયેલો. તે છેતરાઈ-છેતરાઈને જગતની પોલ પકડતો ગયો. અને પોલ તેને ‘પોલ’ કહ્યું, નથી પોલ તેને ‘પોલ નથી કહ્યું. આ બધું નાટક જ છે ખાલી. મહીં પોલંપોલ નથી ?
આ જગતની બધી પોલ હું જોઈ આવેલો, કારણ કે હું સાચો