________________
૩પ૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
શીખી ગયો. ત્યારથી સમજી ગયેલો કે આ જગતમાં વિચારીને ઊતરવા જેવું છે. આ પગથિયા ઊતરવા જેવા નથી, આ જોખમકારક છે. આ જોખમવાળું જગત છે ને?
કાચી માયા નથી, ઈન્ડિયન છે આ તો ! ફોરેનવાળા તો આ પઝલમાં જ મૂકાઈ જાય કે આ ઈન્ડિયન પઝલ કઈ જાતનું? કૂટે છાતી, પણ છાતીને વાગે નહીં. અમારા દેશનું પઝલ તો જુઓ ! આ ઈન્ડિયન પઝલને બીજા કોઈ સૉલ્વ ના કરી શકે ! ત્યાંના પઝલ આપણે સૉલ્વ કરી શકીએ, આપણું પઝલ એ સૉલ્વ ના કરી શકે.
લૌક્કિ રીતે સાચું પણ થઈ ગયો દુરુપયોગ પ્રશ્નકર્તા : દાદા, શા માટે આવી બનાવટ આપણે કરતા હોઈશું?
દાદાશ્રી : હવે માણસ મરી જાય ત્યારે શા હારુ રડે છે ? ત્યારે કહે, “એના તરફનો મોહ હતો તે ઓગળી ગયો.” હવે તો એવું કહે છે, “અલ્યા, રડવા દ્યો, રડવા દ્યો... મૂઆ ! રડવા દે એમ. ડચૂરો ભરાશે એમને.” એટલે આપણા લોક પછી ભેગા થઈને રડાવડાવે. હવે એનો થઈ ગયો દુરુપયોગ ! પછી હવે રડાય રડાય જ કરે છે ! એને થોડોક જ વખત રડાવી દેવાનું. તેને પછી આ લોકો કાણ ને મોકાણ બધું ચાલ્યું પછી ! હવે શું થાય છે? છાતીઓ કૂટવાની. પણ આ શાના હારુ છાતીઓ કૂટો છો મૂઆ ?
આ લૌકિક છે. એનું નામેય આપણે કોઈને પૂછીએ કે “શું કરવા જવાનું છે ?” ત્યારે કહે, “લૌકિક કરવા જવાનું છે. લૌકિક એટલે બનાવટ. પેલો સાચું રડતો હોય ને આપણે તો જૂઠું પણ રડવું પડે ને ? રડવું ના પડે ? અહીં લોકો આવે ત્યારે મહીં સાચું રડે, મહીં જૂઠુંય રડે, પણ બધા બેસતા હતા ને ત્યારે લૌકિક કહેવાય. છતાં લૌકિક રીતે એ સાચુંય છે, કરેક્ટ બાય રિલેટિવ યૂ પોઈન્ટ અને અલૌકિક એટલે રિયલ સાચું.
પોલ બહાર નથી પડતી, તેથી લૌકિક ચાલ્યા કરે અલૌકિક તો વાત જ જુદી હોય ને ! અને લૌકિકમાં તો આગળ