________________
[૧૦.૫] જાણ્યું જગત પોલંપોલ
૩૫૭
લૂગડું ખેંચી અને પછી પાનનું દાબવું (ડૂચો દાબી રાખેલો) મહીં ઘાલેલું હોય તે ચાલ્યા કરે. પોલ બહાર પડી જાય તો લોક સમજી જાય બધા. લોકોને તો આ પોલ માલમ નથી પડતી ને, એટલે આ જગત ચાલ્યા જ કરવાનું.
પ્રશ્નકર્તા: સમજે તો બધાય છે કે આવું નાટક કરું છું. દાદાશ્રી : ના, બધા સમજે નહીં એ તો. પ્રશ્નકર્તા: કરનારો સમજે નહીં કે પોતે ગુનો કરે છે તે ?
દાદાશ્રી : ના, સમજે તો તો પોતાને ઘેર આવે ને તોય “આમ આમ” કરે, પણ પોતાને ઘેર છાતી તોડી નાખે છે મૂઓ. માટે સમજતા નથી. લૌકિક એટલે લૌકિક, ફક્ત લૌકિક ક્યારે નથી કરતા ? જ્યારે પોતાનો દેહ છૂટે ત્યારે લૌકિક નથી કરતા. પોતાનો દેહ છોડે ત્યારે રડવાનું નહીં, કરવાનું નહીં, કશુંયે નહીં. તે ઘડીએ કરતા હશે ? પારકો છૂટે ત્યારે કરે છે અને પોતાને દેહ હોય તો કશુંય નહીં. પોતાના દેહ વખતે કોઈ રડે છે?
પ્રશ્નકર્તા: રડવાનું રહ્યું નહીં એને. દાદાશ્રી : અરે, રડનારો જ જતો રહ્યો ને, કોણ રડનાર રહ્યું હવે ? આખી દુનિયા લૌકિ, માટે અલોકિ તરફ જાવ
પ્રશ્નકર્તા : દાદા, પણ મેં એવું જોયું છે કે જેને સગું નિકટનું હોય, એ છાતીને અડાડે છે અને એનું તો લોહી બધું કાળું કાળું થઈ જાય છે.
દાદાશ્રી : એ છે તે તદન નિકટતા, પણ બીજા બધાય તો પાછા રડે છે, સાચું રડે છે, પણ તે એમના સગાંને સંભારીને રડે છે. એ પાછું સંભારીને રડે છે, તે અજાયબી છે ને ! ભૂતકાળને આ લોકો વર્તમાનકાળમાં લાવે છે ! ઈન્ડિયનો ધન્ય છે તમને ! ભૂતકાળને વર્તમાનકાળમાં લાવે છે ને, એ પ્રયોગ દેખાડે છે. આપણને !
અરે, બધું આપણે જાણીએ નહીં અને પછી જ્યારે આપણે સમજતા