________________
[૧૦.૫] જાણ્યું જગત પોલંપોલ
૩૫૯
પુરુષ હતો. મને આવું લૌકિક ના ફાવે. આવું લૌકિક તે ફાવતું હશે ? રડવું એટલે રડવાનું જ આવે. પણ પછી મેં જોયું કે આ પોલું જગત છે. આ કંઈ સાચો વેપાર છે ? તમને કેવો લાગે છે ? ત્યારે આ ખોટોય નથી. આ તો લૌકિક છે. આપણે એવું લૌકિક કરવાનું. લૌકિક એટલે જેવો વ્યવહાર આપણી જોડે લોકો કરે, એવો આપણેય કરવાનો. તમને એ લૌકિક ગમે ?
એને લૌકિક કહે છે ને ? એમાં કોઈ કાચા હોય તો માર્યો જ જાય, પણ લૌકિકમાં તો એને બીજે દહાડે કોઈક ગુરુ શિખવાડનાર મળી આવે કે “આવી રીતે થતું હશે ? જો આવી રીતે કરાય.” એટલે પેલો ફરી એવી ભૂલ ના કરે. એટલે આમ છાતીએ મારે ખરા, આપણને એવું દેખાય, પણ વાગે નહીં એને ! લૌકિક એટલે વ્યવહાર. સબ રોતા હૈ તો આપણે પણ રોવાનું, પણ રડ્યા વગર રોવાનું, રડવાનું નહીં. આ લૌકિકમાં બધી સમજ પડે છે, પણ આમાં સમજ પડતી નથી. આમાં સાચેસાચું રડે છે !
પ્રશ્નકર્તા : દાદા, એ દસમાં વર્ષની વાત પછી તમે એંસી વર્ષ સુધીમાં કેટલી વખત રડ્યા ?
દાદાશ્રી : રડાય તો ખરું, અમુક સ્ટેજે પાછું રડાય અને પછી બંધ થતું ગયું. એ તો બા મરી ગયા ત્યારે રડ્યો તો આવી રીતે, કારણ કે એ જો ન રડું ને, તો મહીં ડૂમો ભરાય ને દુઃખી થવાય. એટલે જાણીને રડેલો. મહીં જે મારાપણાના પરમાણુ ભરાઈ રહ્યા છે, તે મારાપણું આજે લેફ્ટ થઈ (છૂટી) જાય છે. એટલે એનું પાણી થઈ જાય છે ને એ પાણી મહીંથી બહાર નીકળી જાય છે. નહીં તો છાતીએ ડચૂરો ભરાય, કે “મારું મારું. મારી બા, મારી બા.”
જાય જમાઈની કાણમાં પણ ન છોડે સ્વાદ પ્રશ્નકર્તા આવી જગતની પોલ જોયેલી હોય તેવા બીજા અનુભવ કહો ને, દાદા.
દાદાશ્રી : હું બાવીસ-ત્રેવીસ વર્ષનો હતો ત્યારે અહીં વડોદરા