________________
૩૫૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
મેં એક પૈડા કાકા હતા તેને પૂછયું, “તમને રડવું ના આવ્યું ?” ત્યારે કહે, એ તો પોક મેલવી પડે ! લોકોને શી રીતે ખબર પડે કે આમને ત્યાં મરી ગયા એવું ? એટલે પોક મેલવાની !” તે આમ પોકેય મેલે એવા છે ! બધી જાતના લોકો ! એમના અવાજ ઉપરથી આપણને લાગે કે બહુ જ રડે છે આ ! અને આગળ પેલું લૂગડું ખેંચેલું ને, એટલે બહુ પાકા લોકો ! તે અવાજ સરસ કાઢે એમ, બનાવટ કરે એવી.
ભોળા દિલના તે પહેલાં માન્યું સાયું પહેલાં તો બહુ કાણ-મોકાણ ને માર-તોફાન કર્યા કરતા'તા. તે દહાડે કૂટવાના બહુ રિવાજો હતા. જો કોઈ મરી ગયું હોય ને, તે પચ્ચીસ-પચ્ચીસ બૈરાં આવીને છાતીઓ કૂટ કૂટ કરે. તે ઊંચા થઈ થઈને બૈરાંઓ કુદે, તે એ ધબક, ધબક, ધબક, ધબક, ધબાક. એમના અવાજ ઉપરથી આપણને લાગે કે આ સ્ત્રીઓ પોતાની છાતી તોડી નાખશે. આપણે તો ભોળા દિલના માણસ, મને એમ લાગ્યું કે આ બઈઓ મરી જશે બિચારી આમ કરીને. એટલે મને તો બહુ દુઃખ થવા માંડ્યું. મેં કહ્યું, ‘આટલું બધું દુઃખ ! આ લોકોને કેટલું બધું દુઃખ પડતું હશે !' આમ છાતી ઢાંકીને પછી તે કૂટે, આમ આમ આમ અવાજ કરે. મને થયું કે આ તો પછી છાતી તૂટી જાય ! અને તે અવાજ મોટો મોટો અવાજ સંભળાય ને ! આ કઈ જાતના આપણા વિચારો ને આ કઈ જાતનું? એટલે પછી હું તો તપાસ કરવા ગયો. મેં તો પછી મહીં કોઈ એક-બે જણ સારા હોય ને, તેને કહ્યું, “આ શું કરવા આમ કરો છો ? આ લોકો આમાં કોઈ પાછા આવવાના છે ?” નાનો હતો તોય મનમાં એવું થાય. તે એ બધાને થાય ને ? એના ધણી મરી ગયા હોય તો ના થાય ?
લૌક્કિ વ્યવહારમાં શોધી કાઢી નાટકીય બનાવટ
હું નાનો ને, તે મને મહીં બહુ લાગણી થાય. હું તો જેવું દેખું એવું સાચું માનું. કારણ કે મને બુદ્ધિની કંઈ લાંબી પડી નહોતી. મને હાર્ટની બહુ પડેલી, એટલે હાર્ટિલી સ્વભાવ. તે આવું દેખું તો મહીં કંઈનું