________________
[૧૦.૫] જાયું જગત પોલંપોલ
જોઈ પોકની બનાવટ પ્રશ્નકર્તા: આપ જગતને ઑઝર્વ (નિરીક્ષણ) બહુ કરતા, તે શું ઑક્ઝર્વ કરતા?
દાદાશ્રી : હું નાનો હતો દસ-બાર વર્ષનો, ત્યારે અમારા કુટુંબમાં એક ભઈ મરી ગયેલા. તે મારા કાકાના દીકરા ને એ બધા આગળ ઓઢીને બેઠેલા અને પોક મેલી એ લોકોએ તોબધા એમના ભઈઓએ પોક મેલી. તે પોક મેલી કેવી રીતે ? માથે આટલે સુધી ઓઢાડેલું. ખેંચે અહીં (મોઢા) સુધી એટલે મોટું દેખાય નહીં, આંખ દેખાય નહીં. મહીં શું કરી રહ્યા છે, એ પોક મેલી રહ્યા છે કે રેડિયો વગાડી રહ્યા છે, આપણને ખબર પડે નહીં. એટલે આમ એક ભાઈએ પોક મેલી અને “ઓ મારા ભાઈ રે' કરીને એવી બૂમ પાડી, તે કોણ જાણે શું ઈલેક્ટ્રિસિટી, તે મારી આંખમાંથી પાણી નીકળવા માંડ્યું. એમ ને એમ આગળ લૂગડું ખેંચ્યા સિવાય. એવો અવાજ આવ્યો, તે એવો વિષાદરસ ઉત્પન્ન થાય એવું બોલ્યો. તે મારી આંખમાંથી પાણી આવી ગયા. એટલે પછી મને થયું કે અત્યારે હું આટલું રડ્યો તો આ કેટલું રડ્યા હશે?
પછી પેલા જે ભાઈએ પોક મેલી હતી કે, તે એણે મોટું ઉઘાડ્યું તો કશુંય ના મળે, બળ્યું ! મેં કહ્યું, “આ કેટલો દગો દે છે !” દગો પકડ્યો !