________________
૩૨૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
મને. ત્યારે કહે, “ના, આમાં કશો ઉપાય નથી.” ત્યારે આપણે કહીએ કે સારામાં સારો છે આ છોકરો. ચોરી કરતા આવડે છે ને ! કંઈકેય આવડ્યું ને તે ?
પ્રશ્નકર્તા ચોરી કરતાય આવડ્યું ને !
દાદાશ્રી : હં. માટે શાંતિ રાખ ને, મૂઆ. એ ડાહ્યો થઈ જશે, ફર્સ્ટ ક્લાસ ડાહ્યો થઈ જશે. એનું ગજવું કપાય નહીં. બીજાનું ગજવું કપાય ત્યારે એનું ગજવું કપાયેલું ના હોય. એ પેલાને ગજવું કાપવા દે કે ? અને તારું તો પેલો ગજવું કાપી જાય.
અમારા આ ભઈ છે તે બી.એસ.સી., બી.ફાર્મ થયેલા. એક ફેરો કંઈ ટિકિટ પડી ગઈ હોય કે ગમે તે, સાંતાક્રુઝના સ્ટેશન ઉપર છે તે એમને ઊભા રાખ્યા પેલા ટિકિટવાળાએ, ત્યાર હો એમના આ નાનાભાઈ આવ્યા. આવીને કહે છે, “તમે જાવ. જાવ તમે.” “એય શું છે ?” આમ રસ્તો કાઢી દે એ તો. ભણેલા બધું, પણ આવી બધી નિશાળમાં ભણેલા !
તહીં ભણે તો ગણશે માટે ડોન્ટ ડિસમિસ એનીબડી
આમ નિશાળમાં ભણેલા એ બે જણ; આ બી.ઈ. એન્જિનિયર થયા અને પેલા બી.એસ.સી., બી.ફાર્મ થયેલ, પણ આવી નિશાળ-બિશાળમાં કશું ભણેલા નહીં. આ ભાઈ તો આવી બધી નિશાળો ભણેલા હોય ! અમે એ ભાઈને છે તે છૂટા કર્યા'તા ને, એ ભઈએ પંદર વર્ષમાં અમારી જોડે ધંધામાં લાખથી સવા લાખ રૂપિયા પોતાની જાતને માટે ખર્ચી નાખ્યા ! કેવું ? ઘરના ખર્ચ નહીં, ધંધામાં પોતાનો પોકેટ એસ્પેન્સ !
પ્રશ્નકર્તા : પોકેટ એસ્પેન્સ !
દાદાશ્રી : હા, તે એમના ફાધર કહે છે, “આ છોકરો શી રીતે પોસાય ?” ત્યારે મેં કહ્યું, ‘તો દરિયામાં નાખી દો અને જો પોસાતો હોય તો રહેવા દો.” ત્યારે કહે, “દરિયામાં કંઈ નાખી દેવાય ?” ત્યારે મેં કહ્યું, શું કરીશું ત્યારે? આનો ઉપાય મને કહો.” ત્યારે કહે, “એ તો ઉપાય નથી પણ આનું કંઈ સુધરે નહીં ?” મેં કહ્યું, ‘એ વખત આવશે ત્યારે સુધરશે, એમ ને એમ ના સુધરે. અને એ બધી નિશાળો ભણી લેશે. પાછો એ