________________
૩૧૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
મીઠાઈવાળો ખુશ થઈ જાય કે “મારું કામ થઈ ગયું.” કમિશન-બમિશન ખાવાનું નહીં. ફક્ત આ “બાપજી-બાપજી' કરે કે બહુ થઈ ગયું. મારા કાકાને બાપજી' કહ્યા ને ! અને એનેય બોલાવે. તે આ જ માન ખઉં, માન ખઉં.
તે પછી એ રાવજીભાઈ શેઠે મને કહ્યું, “આને શું તૈયાર કર્યો છે તમે ? તમે કહેતા'તા ને, તમે મતભેદ પાડી નહીં શકો ! ત્યારે મતભેદ પાડવા મેં પ્રયત્ન કર્યો. હું મિલમાલિક થઈ એને મતભેદ પાડવા પ્રયત્ન કરું પણ એ આમથી મતભેદ પાડું તો આમ ફરી જાય છે અને આમથી મતભેદ પાડું તો આમ ફરી જાય છે. મતભેદમાં જ નથી આવતો. મેં કહ્યું, ‘નહીં આવે. અત્યારે એ મતભેદમાં નહીં આવે. કંઈ વધારે ભાંજગડ થઈ કે ખસી જાય, અને તે કેવું ખસી જાય ? એમ ને એમ નહીં, તમારા મન તોડીને નહીં. તમને હાથ-બાથ ફેરવીને કહે, “કાલે સવારમાં જો ચાપાણી-નાસ્તો છે, તમારે આવવાનું.” અજાયબી જ છે ને !
મેં એને કહ્યું, ‘તું અથડામણમાં નહીં આવે તો મોક્ષે જઈશ.” તે ૧૯૫૧માં કહ્યું'તું, તે આજ દિન સુધી અથડામણમાં નથી આવ્યો. આ એક જ વાક્ય મારું પાળે ને, કોઈની અથડામણમાં નહીં આવે, એ મોક્ષે જશે. શું કહ્યું?
અથડામણ ટાળજે', જલદી મોક્ષે જવાનું સાધન પ્રશ્નકર્તા : કોઈની અથડામણમાં ન આવવું. દાદાશ્રી : “અથડામણ ટાળજે આટલા જ શબ્દ, એટલું જ કહેલું. પ્રશ્નકર્તા : બે જ શબ્દ, અથડામણ ટાળજે.
દાદાશ્રી : ઠેઠ મોક્ષે જતા સુધી આ ગેરેન્ટી મારી. પહેલો સ્થૂળ અર્થ સમજાશે, પછી સૂક્ષ્મ સમજાશે, પછી સૂક્ષ્મતર સમજાશે, પછી સૂક્ષ્મતમ. સૂક્ષ્મતમ કયું? ત્યારે કહે, “ચંદુ જોડે તન્મયતા કરવી એ અથડામણ ના થવા દેવી.” શું કહ્યું?
પ્રશ્નકર્તા : તન્મયાકાર ના થવા દેવું. દાદાશ્રી : આમ પોતે છે આત્મા અને ચંદુ જોડે તમારે અથડામણ જ