________________
૩૨ ૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
જે શબ્દ કહ્યો ને, અથડામણમાં નહીં આવવાનો, એ અથડામણ નહીં, બસ.
દાદાશ્રી : પણ મનમાં કોઈની માટે ખરાબ વિચાર નહીં ને ?
પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) : ના, ના. ખરાબ હોય તો કહી દઉ ખરો. હોં. મને ખરાબ વિચાર આવી ગયો તો એને મોઢે કહી દઉં, કે તું આવો છું.”
પ્રશ્નકર્તા (કાન્તિભાઈ)-મહાત્મા સાથે ઃ (શરૂઆતમાં) દાદાને ત્યાં આવું તે દાદા મામાની પોળમાં રહે. ત્યારે મારી સત્તર વર્ષની ઉંમર હતી, આજે (૧૯૮૬માં) મારી બાંસઠ વર્ષની ઉંમર છે.
દાદાશ્રી : તમે બધા એકડામાં હતા કે મીંડામાં હતા? પ્રશ્નકર્તા (૨) : સંપૂર્ણ મીંડું જ. દાદાશ્રી : એમ? હવે એકડો થઈ ગયો તમારો ? પ્રશ્નકર્તા (૨) : થયો. દાદાશ્રી : બહુ કામ થઈ ગયું એ તો. પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) : હું તો મહા તોફાની, કાકા. દાદાશ્રી : હા, પણ મારી આગળ બહુ સીધો રહે છે.
પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) : એ તો બરાબર છે, પણ ત્યારે આમ ધ્રુજે. કેમ, મારા ફાધર કહેતા હતા ને કે તમે લઈ જાવ એને. હજી મને ખબર છે ને કે કાશીબા કહે, “તમે એને લઈ જાવ, મારે એનું મોટું નથી જોવું.” ત્યાં સુધી કહેલું તમને.
દાદાશ્રી : હા, એવું કહ્યું'તું ને. પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) ત્યારે તમે કહ્યું કે “ભઈને હું લઈ જઉ છું.’
પછી તમે મને સીધો વસઈ કોર્ટનું કામ ચાલતું'તું ત્યાં મૂક્યો. પછી મને કોસબાડના કામ પર મૂક્યો. બરાબર છે ?