________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૩૨૭ દાદાશ્રી : હા, એટલે લમણે લખેલું, તે છૂટકો થાય નહીં ને ! અમારા ગામના હતા, પિતરાઈ હતા એટલે અમારે હઉ પાંસરા રહેવું પડે એમની પાસે. કો'ક ફેરો ખોટું લાગી જાય છે, તે પાછું સમું કરવું પડે, પાછો હાથ-બાથ ફેરવવો પડે.
પણ ડ્રામેટિક આ બધું. કેવું ? ડ્રામામાં અભિનય ના કરે ને, તો પેલા દંડ કરે. એ સગાં હોય ને, એ મને તો એમ કહે, ‘તમે તો હવે સત્સંગ કરો છો. તમને તો હવે દુનિયાની કશી પડેલી નથી.” મેં કહ્યું, “ના, અરે ! તમારા વગર તો મને ગમતું જ નથી.” એવું કહીએ. ત્યારે પાછા ખુશ થાય ! લ્યો, પાછા ભૂલી જાય ! એય ભૂલી જાય ને આપણે તો ભૂલેલા જ છીએ ને ! આપણે નાટક કરીને પાછા. ‘તમારી વાત તો જુદીને, તમે તો બ્લડ રિલેશનવાળા, એવું તેવું નાટક કરીને પાછા. આપણી મેળે જો ભાદરણ જઈ આવ્યા ને આપણે ? પિતરાઈઓ ભેગી ઓડ બાંધી નહીં. ગામમાંથી એક-બે જણ ના આવ્યા, આવા વિરોધી હશે તે. ઊલટું, એ બે જણે શું કર્યું? ઊલટા એ જ્યાં લોકો હોય ત્યાં કહી આવ્યા કે દાદા ભગવાન આવ્યા છે, હું કે. તે એક જણે કહ્યું હઉ કે ઊલટા તમને એ પ્રૉપગેન્ડા (પ્રચાર) કરી આપશે. હા, આ તો ઠેર ઠેર કહી આવ્યા ! ‘ત્યાં જશો નહીં, દર્શન કરવા માટે.” આ તો આવું જગત ! એ ભેગો થાય તો અમને એના માટે અભિપ્રાય ના હોય. તે ભેગો થાય એટલે એને ખબર ના પડે કે મારી એમને ખબર છે ! કારણ કે એનો અભિપ્રાય શું રાખવાનો? એ જ ભમરડો છે જ્યાં. શુદ્ધાત્મા ને ભમરડો બે જ, બીજું છે જ શું ?
એના બાપા દર્શન કરી ગયા'તા બિચારા. અને એણે છે તે ત્યાં આડું જ ગા ગા કર્યું આખા ગામમાં. અને (સત્સંગ કાર્યક્રમમાં) આપણા ભૂંગળા વાગ્યા ને, તે એને ના ગમે. એને પહેલાં સંભળાય, કારણ કે રાહ જોઈને બેસી રહ્યો હોય ને !
પ્રશ્નકર્તા: નટુભાઈએ સાદ પડાવ્યો એય એમણે જ સાંભળ્યો, દાદા.
દાદાશ્રી : સાદ પડાવ્યો તેય ખોળી કાઢ્યું'તું, નટુએ પડાવ્યો આ. એને જ પડેલી હોય આ બધી.