________________
[૧૦.૩] ઓબ્લાઈજિંગ નેચર
૩૪૫
કમ્પાઉન્ડ હતું. એ કશું વાપરવામાં લેતા નહોતા એટલે પછી હું એમાં શાકભાજી કરતો'તો, નાનો છોકરો હતો તોય.
એ લોકો એની જગ્યાએ શું કરતા'તા ? જગ્યા વપરાશમાં ના હોય ને, એટલે ગામડામાં તો ભેંસોનું છાણ ને ખાતર ને બધું નાખે ત્યાં આગળ. તે પછી મેં કહ્યું, “મારે જગ્યા વાપરવી છે.” એટલે એ લોકોએ બધું ઉઠાવી લીધું અને પછી મેં દૂધિયા-બૂધિયા વાવવા માંડ્યા. એવું બધું મને ગમે. ફક્ત નિશાળમાં ના આવડે.
તે એક બીના કેટલાય વેલા ફૂટી નીકળે ! તે મારો હાથ એવો કે બહુ મોટા મોટા દૂધિયા થાય. તે એવા સરસ આવડા આવડા દૂધિયા થવા માંડ્યા. પાને પાને દૂધિયા બેસે. અને મકાઈનો ડોડો તો આવડો આવડો થાય. પહેલાં ખાતર-પાણી પુષ્કળ ને બધા સંજોગ ભેગા થયા તે સરસ થાય. તે પછી હું તોડીને બધા લોકોને આપી આવું પાછો જઈને. તે એમને કામમાં લાગે તેમ આપું. લોકોને તો મફતની ચીજ ગમે ને !