________________
૩૪૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : આ જીવો ઠેકાણા વગરના છે ! આઠ આના માટે શંકા ઊભી કરે, બાર વર્ષની ઓળખાણ હોય તોય ! કેવા છે ?
પ્રશ્નકર્તા : બાર વર્ષની ઓળખાણ હોય તોય આઠ આના માટે શંકા કરે.
દાદાશ્રી : આઠ આના માટે શંકા ઊભી કરે, એના કરતા આપણે પહેલેથી ચોખા રહીએ.
પ્રશ્નકર્તા : પણ આપણે બીલ આપી દઈએ ને એને.
દાદાશ્રી : ના, ના, તે દહાડે કોણ બીલ રાખતા'તા ? એ લારીઓમાંથી માલ લેવાનો, બીલ કોણ રાખે તે દહાડે ? અને આનાઆનાનો હિસાબ ગણે. એક આનાનો ફાયદો થાય એટલા હારુ વડોદરાથી મંગાવે. હવે મારા જેવા સ્વભાવનો, હું તો છેતરાઉ બળ્યું ! એટલે ચાર-છ આના, આઠ આના ઓછા લઈને વસ્તુ આપતો'તો. ત્યારે કહે, “આ તો બહુ સસ્તી મળી.” મેં કહ્યું, “હા, ઘણી સસ્તી મળી.”
બે રૂપિયા માટે ન થાય અમારું મન ભિખારી
મારે તો આ જોટો લેવા જઉ તોય દરેક દુકાનદાર બબ્બે રૂપિયા વધારે લેતા. “અંબાલાલભાઈ આવ્યા, અંબાલાલભાઈ આવ્યા” કહે અને હું વધારે આપુંય ખરો. મેં કહ્યું, “આ આને દાનત જ જ્યારે બે રૂપિયા વધારે લેવાની, ઉપરથી મૂઓ લઈ લે તેથી જો રાજી થતો હોય તો શું વાંધો છે ? એનું મન ભિખારી છે, મારું મન તો ભિખારી નથી થયું ને બે રૂપિયા માટે.” એવો સ્વભાવ આ તો, જાય નહીં. આ તો સ્વભાવ પડેલા. મને તો ન ફાવે આવું બધું.
વેસ્ટવો કર્યો બેસ્ટ ઉપયોગ લોકો માટે પ્રશ્નકર્તા : દાદા, બીજી કઈ રીતે તમે લોકોને મદદ કરતા ?
દાદાશ્રી : અમારે ભાદરણમાં મકાનની સામે અમારો વાડો હતો. જેમ તમારે કમ્પાઉન્ડ છે ને, એવું અમારે એનાથી લગભગ અડધું એવું