________________
[૧૦.૩ ઑબ્લાઈજિંગ નેચર
૩૪૩
ઘડીએ એ જે ચા (કાન) મળે છે ને, એ ચાની કિંમત આ ચા કરતા સારી હોય છે. એટલે મને એ વખાણ બહુ ગમતા'તા. એટલે હું ઉમેરું પૈસા.
મને તો એને દુઃખ ના થાય એ હેતુ હોય. પણ ગમે તે આ રીતે ઉમેરીને આપતો’તો. આવી નાની ટેવો બધી. આ વાતોની જરૂર જ નહીં ને ! પણ આયે હેલ્ડિંગ હોય છે. આ બધાં પગલા મને હેમ્પિંગ થઈ પડેલા.
એટલે ઉમેરીને આપીએ એટલે કલેઈમ નહીં ને! નો કલેઈમ ! આઠ આના માટે શંકા કરે તે પ્રેમ તોડે એવા લોકો
પહેલેથી આવો ચેતીને ચાલું, કારણ કે પેલો આરોપ આપે તે ગમે નહીં. એના મનમાં શંકા પડે તેય ગમે નહીં. હું તો બે આનાની ચા પીવાનું બંધ રાખું અને પછી બે આના આમાં ઘાલી દઉં. એના મનમાં શંકા ના પડે, એવું રાખ્યું. વગરકામની શંકા આ બિચારાને!
શંકા પડે એટલે પ્રેમ તૂટી ગયો ને ! પ્રેમ શું રહ્યો ? શંકા આવે તો, મૂળ તો શંકા પાર વગરની છે અને પાછો એક શંકાનો હું ઉમેરો કરી આપું. કેટલી શંકા હોય માણસને ?
પ્રશ્નકર્તા : ઘણી.
દાદાશ્રી : નરી શંકામાં જ છે. શંકામાંથી આગળ આવતા જ નથી લોકો. ઘણી વખત તો મારાથી વધારે ના અપાયું હોય અને એક રૂપિયાની ચીજ મળતી હોય, એ પોતેય જાણતા હોય લેનારા સામા, તો મારી પાસે ભાદરણથી મંગાવ્યું કે વડોદરા જાવ છો તો આટલું લઈ આવજો. એનો હું એક આનો મારા ઘરનો ઉમેરું અને પંદર આનામાં એ ચીજ લાવ્યો કહું. એ એમના મનમાં શંકા ના પડે એટલા હારુ. વખતે મારા પૈસા બગાડ્યા નથી ને કહે, “મહીં ચા-પાણી નથી પીધા ને ?’ એમને શંકા ના પડે કે મારા પૈસામાં ચા-પાણી પી ગયા. આ એક જ આનો, વધારે નહીં. આપણે કંઈ ઓછા પચાસ આના ઉમેરવાના છે ? એવું એક આનો ઉમેરીને લઈ જતો હતો.
પ્રશ્નકર્તા : દાદા, આપ કેમ આટલું બધું એડજસ્ટમેન્ટ લેતા હતા ?