________________
[૧૦.૩] ઓબ્લાઈજિંગ નેચર
૩૪૧
તે એક ફેરો અમારા ભાદરણ ગામવાળાએ બંડી મંગાવેલી. તે વડોદરાથી બંડી લીધી. હું તો પંદર આનામાં લાવ્યો'તો. તે હું બંડીમાં એક આનો છેતરાયો. તે પછી એક જણે મને કહ્યું, “અહીં પેલી દુકાને ચૌદ આનામાં મળે છે.” હવે મોઢે મગાય નહીં એની પાસે. એટલે પછી ચૌદ આના લઈશ” કહ્યું. નહીં તો પછી એના મનમાં એમ થાય કે એક આનો આમણે કાઢી લીધો. આપણે ભોળા માણસ, તે છેતરાઈએ ને પેલો જાણે કે હવે આમણે આપી દીધી વધારે આનો. એટલે તે દહાડેથી હું આનો ઉમેરતો'તો. દુકાતવાળાને દુઃખ ના થાય એટલે ભાવતાલ ના કરીએ
પાછો મારો સ્વભાવ કેવો કે જેની લારી આગળ ઊભો રહ્યો અને પૂછયું એટલે એને ત્યાંથી જ લાવવાનું. એક ફેરો પૂછયું એટલે પેલો ભાવ કહે એટલે લઈ લઉ. એ ખટપટિયો હોય તો વાંધો નહીં, આપણને ખટપટ આવડે નહીં. તું આમ કર, બે આના ઓછા કર એવું મને આવડે નહીં. આવડે એટલું જ કરીએ ને ! એ બધી કચકચ કરવાની ના ગમે મને. પહેલેથી, મૂળથી જ આવું. ગમે નહીં આ બધું. પછી વધતું-ઓછું હોય તો નભાવી લેવાનું. મારો સ્વભાવ કેવો કે એને દુ:ખ ના થાય એટલા માટે એને ત્યાંથી જ લેવાનું. એટલે હું મારો સ્વભાવ સમજું.
અને જે લોકોએ બીજા જોડે મંગાવેલા, તે સાત જગ્યાએ પૂછી પૂછીને, બધાને અપમાન કરી કરીને પણ લઈ આવે છે. એટલે હું જાણું કે આ લોકો મારા કરતા બે આને ફેર લાવે એવા છે અને મારી પાસે મંગાવ્યું તે મારા બે આના વધારે જવાના છે. જે લઈ જાઉ તેમાં બાર આનાનું ગંજીફરાક લાવ્યો હોઉં, તે એમાં બે આના ઓછા લઉં. કહ્યું, આપણે છેતરાયા હોય અને આપણે માથે આરોપ આવે. બીજી જગ્યાએ દસ આને મળતું હોય, બે આને છેતરાયા હોય અને પેલાને વહેમ પડશે કે બે આના ખાઈ ગયા હશે, એના કરતા આપણે બે આના ઓછા લઈ લો.” મહીં એને શંકા પડે એવું રાખ્યું નહીં. એટલે પહેલેથી જ બે આના ઓછા લેતો.
પ્રશ્નકર્તા: આપ્યા હોય એના કરતા ?