________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પોસ્ટકાર્ડ નાખી આવજે, તો બધા આજુબાજુવાળાને પૂછતો આવું કે ‘ભઈ, હું પોસ્ટ ઑફિસ જઉ છું, તમારે કંઈ કાગળ નાખવાના છે ?”
કો'કને કેમ કરીને રાજી કરું એમાં આનંદ
૩૪૦
જે કંઈ કામ હોય તે, બીજું કંઈ લાવવું હોય તો લાવી આપું. કારણ કે એક ધક્કામાં જેટલા કામ થાય એટલો કો'કનો ધક્કો બચે ને ! મારે ધક્કા ભેગો ધક્કો થાય. એક ધક્કામાં ચાર ધક્કાના કામ થાય. એય પૂછતા પૂછતા જઈએ, શું વાંધો પણ ? કોઈ કહે, ‘મને તારી પર વિશ્વાસ નથી આવતો.’ ત્યારે કહીએ, ‘ભઈ, પગે લાગીએ છીએ.’ પણ બીજાને વિશ્વાસ આવે છે તેનું તો લઈ જઈએ. એટલે પહેલેથી ઑબ્લાઈજિંગ નેચર !
પણ મહીં મને આનંદ આવે એમાં, મને એ ગમે, કો'કને કેમ કરીને રાજી કરું, બ્લાઈજ કરું એ. ઑબ્લાઈજિંગ નેચર બિગિન્સ એટ હોમ (પરોપકારની શરૂઆત ઘરથી કરવી જોઈએ). (ખાલી) બહાર
બ્લાઈજિંગ કરીએ એનો અર્થ નહીં, આપણે ઘેરથી જ શરૂઆત કરવી જોઈએ. પાડોશમાં કોઈને ઑબ્લાઈજ કર્યા ના હોય ને બહાર ઑબ્લાઈજ કરે. અને મારું શું જતું રહ્યું એમાં? પેલા બધા રાજી થાય કે આ છોકરો કેવો ડાહ્યો છે !
લેતા છેતરાયા તે ઉમેર્યા પોતાના પૈસા
પ્રશ્નકર્તા : એટલે બીજાને આનંદ થાય તે જ તમારો આનંદ ?
દાદાશ્રી : હું તેરથી અઢાર વર્ષનો હતો ત્યારે ભાદરણ ગામથી વડોદરે આવું ચોપડી-બોપડી લેવા, ત્યારે અમારા મોટાભાઈ અહીં આગળ રહે.
હું નાની ઉંમરનો હતો તોય હું વડોદરા આવું ત્યારે આજુબાજુવાળા કોઈ કહે, ‘અમારું છે તે ગંજી પહેરણ લાવજો, અમારું આ લાવજો, અમારી બે ચડ્ડીઓ લેતા આવજો.’ તે પેલા કહે, ‘બંડી લાવજો મારી, આટલું અમારું લાવજો.’ કોઈ કહે, ‘મારી આ ટોપી લઈ આવજો, આટલા નંબરની.’ મિત્રાચારી એટલે કહે ને બધા ? તે હું લઈ જઉ ખરો, લાવું ખરો પાછો.