________________
[૧૦.૪] માર ખાય ત્યાં તરત છોડી દે
૩૪૯
કોઈ વખત પૂછનાર નાયે મળે. તે પછી કોઈ પૂછનાર ના મળ્યું અને સાંજ થઈ ગઈ.
હા, રિસાયેલો તે પછી મને ના બોલાવ્યો. ત્યારે મેં કહ્યું, “આ તો કોઈ હવે મનાવતું નથી. પછી મારી મેળે જઈને બેસી ગયો. મેં કહ્યું, મારે તો દૂધ ને રોટલો ખાવો છે, ભૂખ લાગી છે. તે એમણે આપ્યું. એ તો તૈયાર જ હોય ને ! રિસાય તેનું જાય. એ બધું તૈયાર જ હોય છે, ઊલટાનું રિસાયો એટલો વખત જતું રહે. પછી પાછું આવે. તે એક ફેરો રિસ્પોન્સ ના આપ્યો એટલે મેં લઈ લીધું.
હિસાબે જડી માત્ર ખોટ તે પછી મેં તે દિવસે શું શું ગયું એનો હિસાબ કાઢ્યો. તે દિવસે સવારનું દૂધ તો ગયું, આપણે રહી ગયા. આ તો ઊલટું બપોરનુંય ગયું. બપોરનો લાભ હતો તે ખોયો ઊલટો અને સાંજે હતા તેના તે પાછા. મનાયા ત્યારે ઊલટું નુકસાન ગયું. તે મેં ખોળી કાઢ્યું. તે પછી જ્યારે રિસાઉને ત્યારે એ વસ્તુ ખાવાની તો ઊડી જાય પણ પછી એની અસરેય ઊડી જાય. તે પછી હું તપાસ કરું, “મને શું મળ્યું ?” તે કશું ના મળ્યું.
પ્રશ્નકર્તા: ખોટ ગઈ. દાદાશ્રી : ખોટ ગઈ ઊલટી. પ્રશ્નકર્તા : શું ખોટ ગયેલી તમને ?
દાદાશ્રી : ખોટ તો આપણને જ ગઈ ને ! “દૂધને તરછોડીને મૂઓ જતો રહ્યો” કહે છે. શું કહે છે ?
પ્રશ્નકર્તા : તરછોડીને જતો રહ્યો.
દાદાશ્રી : પછી મારી ભાભીને કહે છે, “લે, હવે શું કરીશું? તું પી જા.” એટલે ઊલટું એને વધારે પાયું. ભાભી ને મારે સરખું નથી જોઈતું, વધારે જોઈતું'તું પોતાને, તે પેલીને વધારે પાયું. એવું ગાંડપણ ન થવું જોઈએ. તે દહાડે તો મારું દૂધ ગયું. મેં કહ્યું, “બીજે દિવસે સવારમાં