________________
૩૫૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ડબલ મળશે, તે એનું એ જ મળ્યું. આ શું થયું?” ત્યારે ખોટ ગઈ. માટે ફરી ખોટ જાય એવો ધંધો જ ના કરવો. રિસાવાનું જ નહીં ને ! દૂધ પીધા પછી રિસાવું. એટલે નાનપણથી સમજી ગયો કે આ રિસાવું એટલે ખોટ જવાનો ધંધો. એટલે ખોટનો ધંધો બંધ કરી દીધો, આડું થવું નહીં.
ખોટ લાગતા રિસાવાનું થયું બંધ પ્રશ્નકર્તા રીસ એ આડાઈ કહેવાય?
દાદાશ્રી : ત્યારે એ આડાઈ જ કહેવાય ને ! આપણે હઠે ચઢીએ મારું દૂધ આટલું ઓછું કેમ ?” અરે મેલને પૂળો, પી લે ને. ફરીવાર આપશે. એટલે એક ફેરો આડો થયો, તે પછી ખોટ ગઈ. એટલે મેં કહ્યું, “હવે ફરી આડું થવું નથી.” નહીં તો ત્યારે બધા કહે, “રહેવા દો ત્યારે એને !' તે પછી એવું જ થાય ને ! એટલે ત્યારથી પછી રિસાવાનું બંધ કર્યું. હવે કોઈ બાબતમાં રિસાવું નહીં. પછી રિસાયા જ નથી અને કોઈની જોડે. ના ફાવતું હોય તોય પણ રિસાવું નહીં. ફરી બોલાવે કે ઠંડો જમવા, તો હું તરત જઉં.
ફરી પસ્તાવો કરવો જ પડે એવી સિસ્ટમ પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે દૂધ અમારું ગયું રિસાયા તેથી, તે કઈ ઉંમરે?
દાદાશ્રી : તે નવ-દસ વર્ષની ઉંમરે.
પ્રશ્નકર્તા: પણ દાદા, નવ-દસ વર્ષની ઉંમરે અમેય એવી રીતે દૂધ ગુમાવ્યા હતા. તે અમનેય ખોટ પડે પેલી પેટની, એટલે એમ તો થાય કે આ ખોટ ગઈ, પણ તોય અમે રિસાવાનું ચાલુ રાખ્યું ને તમે બંધ કેવી રીતે કરી દીધું ?
દાદાશ્રી : મેં એક ફેરો પસ્તાવો કરવો પડે, ફરી પસ્તાવો ન કરવો પડે એવી સિસ્ટમ રાખેલી. જેનો પસ્તાવો કરવામાં આવ્યો, તે ફરી પસ્તાવો થાય એવું ન કરવું.
પ્રશ્નકર્તા : દાદા, અહીંયા તો વ્યવહારમાં રિપીટેડલી (વારંવાર) કર્યા જ કરે.