________________
૩૪૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
આવું કેમ ? હું તમારો છોકરો થઉ અને આ વહુ, આ તો કાલે બીજી વહુ લાવીએ. છોકરો બીજો ક્યાંથી આવવાનો છે ? આવું કેમ કરો છો ? વહુ તો મરી જાય તો બીજી લાવીશું.” એવી અમારી માન્યતા, અમારા ક્ષત્રિય લોકોની. ત્યારે હું કંઈ ફરી આવવાનો છું ?” એવું કહ્યું. આ તો વહુ થઈને આવેલા. તે તમે બેઉને સરખું આપો છો, પણ મને થોડું વધારે મળવું જોઈએ.
એની માં અહીં નથી, તે એને રાજી રાખવી પડે
બાને હું શું કહેતો હતો ? “મને ને ભાભીને સરખા ગણો છો તમે બા? ભાભીને અચ્છેર દૂધ, તે મનેય અચ્છેર દૂધ આપો છો ? એને ઓછું આપો.” મારે અચ્છેર રહેવા દેવું હતું, મારે વધારવું નહોતું પણ ભાભીને ઓછું કરો, દોઢ પાશેર કરો.
ત્યારે મને કહે, ‘તારી મા તો હું અહીં છું અને એની મા અહીં નથી એટલે એને મા વગર સૂનું લાગે છે. મા વગર તે અહીં રહે છે ને, એટલે એને રાજી રાખવી પડે. પારકાં ઘરની છોડી આપણે અહીં આવી તે વધારે સાચવવી પડે. એને ખોટું લાગે બિચારીને, એને દુઃખ થાય. એટલે સરખું આપવું પડે.”
તે મારી ઘરે જ સાસુ થયેલા જોયેલા મેં. સાસુનો વ્યવહાર કેવો હોય તે મેં મારી ઘરે જ જોયેલો. મેં જોયા કે સાસુ આવા હોવા જોઈએ, છોકરા કરતા વહુને વધારે ગમે !
રિસાયેલો ખોળે રિસ્પોન્સ એ વાત સમજવા જેવી હોય પણ જુઓ ને, નાની ઉંમરનો એટલે સમજણ ના પડી. બા મને સમજાવ સમજાવ કરે, શિંગડા માર માર કરે તોય પણ મારે મેળ પડે નહીં. તે ત્યારે આડો થયો, રિસાયો, મેં દૂધ ના પીધું. મેં કહ્યું, ‘નથી પીવું મારે.”
પછી તે એનો કોઈએ રિસ્પોન્સ આપ્યો નહીં બરોબર, જેવો જોઈએ એવો રિસ્પોન્સ કશો મળ્યો નહીં. એ રિસાયેલો રિસ્પોન્સ ખોળે પણ એને