________________
[૧૦.૩] ઓબ્લાઈજિંગ નેચર છેતરાઈને પણ પારકાંતા કામ કરું આ તો મારો નાનપણનો ગુણ હતો તે હું કહું છું, ઑબ્લાઈજિંગ નેચર. હા, મને ઑબ્લાઈજ કરવાનું ગમે બધું. હું નવ વર્ષનો હતો ત્યારે ઘરમાંથી મને શાક લેવા મોકલે, કે ‘જા, શાક લઈ આવ.” શાક લેવા જાઉ તે માર્કેટ ચાર ફર્લાગ દુર. તે ઘેરથી શાક લેવા નીકળું ને અમારું મકાન એ ફળિયામાં છેક છેલ્લે જેવું હતું. રસ્તે જતા જતા પાડોશીઓને પૂછતો પૂછતો જઉં કે હું શાક લેવા જઉ છું, તમારે શાક લાવવું છે કંઈ ? તમારે લાવવું હોય તો હું લઈ આવું.' એમ બધાને પૂછું.
તે મને એમ થાય કે અમારા એકલાનું લઈ આવું તો તો વખત નકામો જાય અને તેથી બાજુવાળા બધાને પૂછી તેમના શાકભાજી પણ લઈ આવતો. પૈસા-બૈસા તો આપણે હોય તો આપીએ, નહીં તો એ આપે. અને બધાના પૈસાનો હિસાબ રાખતો. કશો પૈસોય કાઢી લેતો નહોતો. ઊલટો પૈસા ઉમેરું, મારે માથે આરોપ ના આવે એટલા હારુ. એમના મનમાં શંકા ના પડે એટલે હું છેતરાઉ. હું પાછો ભલો માણસ ને, તે છેતરાઉં. છેતરાઉ એટલે પાછા ઘરના પૈસા ઉમેરીને કામ કરી આપું.
મેં આખી જિંદગી પારકાંને માટે જ કાઢેલી. મારા પોતાના માટે કોઈ દહાડો કાઢી નથી. મારે ઘેરથી એક કામ કરવાનું કહ્યું હોય કે આ