________________
[૧૦.૨] મમતા નહીં
૩૩૭
મમતા નહીં તેથી જગત દિસે એઠવાડા સમ
અમારા અમુક ધ્યેય બહુ સુંદર હતા. પોંક ખાવા ગયેલા બાજરીનો. આપણે ત્યાં બીજો શાનો પોંક હોય ?
પ્રશ્નકર્તા : જુવારનો.
દાદાશ્રી : એ જુવારના પોંકને દળીને ઘી નાખીને એનું પેલું એ બનાવે છે. પોંકિયું કે એવું કશું કહે છે એને ?
પ્રશ્નકર્તા : પોંકિયો.
દાદાશ્રી : તે આટલું બંધાવે, તે બધા ભાઈબંધો લઈને આવે. બધા લાલચ લોકો ! હું તો ત્યાં ખઉં એટલું જ. લોકોય છે તે પછી ઘેર પણ આપતા. આટલું આટલું એ ખેતરમાં પેલું શાક બંધાવડાવે કે લ્યો, બાંધી જાવ.” મને કહે કે “અમારા ખેતરમાં કાજુના બધા ઝાડ છે, તે કાજુ લેવા ચાલો.' તે બધાય મારા મિત્રો પાશેર-પાશેર બાંધી આવે, થેલીઓ બધી. હું આટલુંય બાંધી ના લાવું, હું ત્યાં ખાવ એટલું. આ જગતનો એંઠવાડો હું ક્યાં અડું? એ કાજુ હોય કે સોનું હોય, એવું બાંધીને એંઠવાડો નહીં લાવવાનો. અમારામાં મમતા નામેય નહીં.
અપરિગ્રહી પહેલેથી, લાલચ-લોભ નહીં હું નાનપણથી લાલચુ નહીં. લાલચ આટલીય નહીં, કોઈ દહાડોય નહીં. તમે આપો, અહીંથી બંધાવો તોય અમારે કામનું નહીં. હું કોણ, મારાથી લેવાતું હશે આવું? પોંક ખાવા બોલાવે છે તો પોંક ખાઈને જતા રહેવાનું પણ પરિગ્રહ નહીં. મહીંથી ગમે જ નહીં. કોઈ વસ્તુ ઘેર નહીં લાવવાની. બિલકુલેય લોભ નહીં, જન્મથી જ લોભ નહીં. ભલે અહંકાર હતો. એટલે અમે પોટલી ક્યારેય ના બાંધીએ. તે પૂર્વે એવી તે આજ સુધી પોટલી બાંધી નથી. એ કંઈક પહેલાંના સંસ્કાર બધા. પહેલેથી મમતાનો સ્વભાવ જ નહીં. કોઈ વસ્તુ તમે આપો તો અહીં ને અહીં બીજાને આપી દઈને હું ચાલ્યો જ. ઘેર ન લઈ જાઉ કોઈ દહાડોય.
બાએય એક વાર મને કહેલું કે “ભઈ, થોડીક ચાખવા જેટલીય