________________
[૧૦.૧] અસામાન્ય વ્યક્તિત્વ પહેલેથી
૩૩૫
દાદાશ્રી : કોકને ડબલરૂપ થાય, તે આપણને પહેલી ડખલ પડે. માટે એવા સરળ થઈ જાવ, કે કોઈને સહેજેય ડખલ ના થાય, તો તમને ડખલ નહીં થાય. એવી રીતની પ્રેક્ટિસ મેં પહેલેથી મૂકેલી અને મેં તો નાનપણથી એ રીત મૂકેલી. કારણ કે વળી ડખલ કરીને પાછા આપણે ડખલરૂપ થઈ જવું.
કપટ-મમતા હતા જ નહીં પ્રશ્નકર્તા : દાદા, નાનપણથી આપનામાં કપટ નહીં, તો કપટ ને કુટિલતા એક જ કે અલગ-અલગ ?
દાદાશ્રી : એમાં છે તે કપટ અને કઠોરતા બે ભેગું થયેલું હોય, એ કુટિલતા થાય. હવે આ બધા બીજા પક્ષવાળા, જે માનતા હોય ને એને તમારી વાત કરો એ વાત માનશે જ નહીં, કારણ કે એ સરળ જ નથી ને ! સરળ હોય તો જ્યાં ગયો હોય ને ત્યાં સરળ. આપણે અહીં આવ્યો હોય તો સરળ હોય તો વાત એક્સેપ્ટ કરશે, બીજાની વાત હોય તોય. બીજાની વાત સાચી હોય તો એક્સેપ્ટ કરે, એવો સરળ હોવો જોઈએ. અમારામાં મુખ્ય ગુણ આ હતો નાનપણથી, સરળ, કપટનો રસ્તો જ નહીં બિલકુલ. જૂજ, બહુ જૂજ. અને મમતાની અટકણ નહીં, જૂજ. સંસારમાં મોટા થવાની ઈચ્છા ખરી ! પહેલાં હતી પણ એ તો બધું ધૂળધાણી નીકળ્યું. એટલે આમાં (ધર્મમાં) ઈચ્છા હતી નહીં, પૂજાવાની કામના નહીં.
પ્રશ્નકર્તા: પૂજાવાની કામના આમાં નહીં ? દાદાશ્રી : ના, જરાય નહીં. ભીખ જ નહીં ને એ જાતની.