________________
૩૩૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : પોતે કરતો જ નથી, પ્રકૃતિ કરાવે છે. પોતે સ્વતંત્ર થાય ત્યારે અસામાન્ય થાય.
સામાન્ય માણસ લાચારી હઉ અનુભવે. ત્રણ દહાડા ભૂખ્યો રાખે તો લાચારી હઉ અનુભવે. માટે અસામાન્ય થવું. પછી પોતાના સુખનો પાર જ ના રહે. આ તો પોતે અટકી ગયો છે. અત્યારે તો મોટો માણસ જુએ એટલે લઘુતાગ્રંથિ ઉત્પન્ન થાય ને અંજાઈ જાય. અલ્યા, એ જ સામાન્ય માણસ છે, તો તેનાથી શું અંજાવાનું?
ન માફક આવ્યું કપટ, સરળતા પહેલેથી પ્રશ્નકર્તા ઃ તમારો સ્વભાવ કેવો હતો પહેલેથી ?
દાદાશ્રી : મને નાનપણથી જ જૂઠ-કપટ, લુચ્ચાઈ, ચોરી, લોભ વિગેરેનું દિલ જ નહોતું. મારે તો નાનપણથી જ આ મન-વચન-કાયાની એકતા. મનમાં હોય તે વાણીમાં ને વર્તનમાં આવી જ જાય.
છતાં એક-બે વખત કપટ થયેલું, પણ તેનાથી મહીં બગડ્યું ને ! યાદ કર્યું કે શું ખાધેલું તે આવું થયેલું ! તે પછી સમજાયું કે આ કપટ અમારી પ્રકૃતિને માફક નથી આવતું ને છોડી દીધેલું. પણ મને (માઈન્ડ) ઝાવાં મારેલા, તે તપાસ કરી કે આ કોણ ? ત્યારે કહે, મનને બુદ્ધિ સપોર્ટ આપે છે અને બુદ્ધિને અહંકાર સપોર્ટ આપે છે.
તે મારામાં નાનપણમાં સરળતા, નિર્લેપતા, નિષ્કપટપણું અને ચારિત્ર સારું હતું ને બીજું અમુક ખરાબ હતું. અહંકાર બહુ ભારે હતો. “અંબાલાલભાઈ આ છ અક્ષરને બદલે “અંબાલાલ’ કોઈ બોલે તો ભારે અહંકાર ઊભો થતો. દુશ્મનોનો આખો દેશ સળગાવી મૂકું એવો પાવર હતો. એ પાવર કેવો હતો કે જ્ઞાન ના થયું હોય તો નકે લઈ જાય. ભગવાનનુંય સહન ના થાય, પણ અમારામાં સરળતા બહુ સુંદર હતી. માજીના (આપેલા) સંસ્કાર સુંદર હતા. અમારામાં બધી જાતના રોગ ભરેલા. (જ્ઞાન) પછી અમે નીરોગી થયા.
કોઈને ડબલરૂપ ન થવું પ્રશ્નકર્તા : તે દાદા, આપ પહેલેથી સરળ એટલે કોઈને ડખલરૂપ ન થાવ ?