________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : હા, બાર આના આપ્યા હોય તો દસ આના મેં આપ્યા છે' એવું એને કહું. એટલે હું દરેકમાં બે-ત્રણ આના ઓછા જ લેતો. પેલાને સસ્તું દેખાડું, એટલે પેલો કહે, ‘સસ્તું લાવ્યા !’ એટલે કોઈ વખત તો હું બે આના એ અને એક આનો વધારાનો ઘરનો ઉમેરીને પછી ત્યાં આગળ આપું. એમ કરીને ત્રણ આના બાદ કરીને હું પેલાને રકમ કહું. કમિશનનો આરોપ ના આવે તે માટે ઉમેરતા
૩૪૨
પ્રશ્નકર્તા : જ્ઞાન પહેલાં પણ આવું હોવું એ એક અલૌકિક વસ્તુ છે ને !
દાદાશ્રી : એવું નાનપણથી કરેલું. એટલે એ એમ ના કહે કે મારામાં મિશન કાઢી ગયા ! હું તો દસ આને લાવતો હતો ને બાર આના આપ્યા, બે આના કાઢી લીધા. એ મિશનનો લોક મારી પર આરોપ કરે એટલા માટે આ ત્રણ આના કાઢી નાખ્યા. ત્રણ આના કાઢી નાખું, બે આના નહીં. હા, કારણ કે એ જાણે બે આના મિશન કાઢી લીધું. લે, અલ્યા, કમિશન હું શીખ્યો જ નથી મારી જાતથી...
પાછા મારી જોડેવાળા લોકો કહે કે ‘કેવા માણસ છો, આવું તે હોય ? આપણે આપ્યા છે બાર આના, તો બાર આના લેવામાં શું વાંધો હતો ?’ મેં કહ્યું, ‘ના બા, કારણ કે બીજી જગ્યાએ આપણે છેતરાયા હોય તો ?' આપણે ભલા માણસ ! મનમાં એમ જાણું કે હું તો ભોળો છું, વખતે પેલાએ એક-બે આના વધારે લીધા હોય તો. એક તો મને લેતા આવડે નહીં, એનો શું અર્થ ?
ગમે વખાણ અને ‘એને દુઃખ ત થાય' એ હેતુ
આમને ક્યાં પહોંચી વળાય, આ જગતને ? અને વખતે બે આના ઉમેર્યા તે શું ખોટ ગઈ ? એ વખાણે તો ખરા ને ! તે બહુ ઓછા ભાવથી લાવ્યા, બહુ સારું લાવ્યા.
પ્રશ્નકર્તા : એના વખાણથી આપણને શું મળ્યું એમાં?
દાદાશ્રી : આમ તે વખાણ કરે ત્યારે ખબર પડે. વખાણ કરતી