________________
૩૩૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
મોગરી ના લાવ્યો?” મેં કહ્યું, “ના, એ પાછી ક્યાં ભાંજગડ કરીએ ? આપણે ત્યાં ખાવા જઈએ છીએ, લેવા જતા નથી.” શું કહ્યું?
પ્રશ્નકર્તા: ખાવા જઈએ છીએ, લેવા નહીં.
દાદાશ્રી : એટલે સંગ્રહ કરવાની ટેવ જ નહીં ને ! એ ભાંજગડ જ નહીં ને ! લોભ નામનો ગુણ પહેલેથી જ નહીં, બિલકુલ ! પ્રકૃતિ ગુણો બહુ ઊંચા જોવા મળે. મમતા તો દેખાય જ નહીં. તમે ગમે એવું બંધાવડાવો તો કહે, “ના બા, હું બાંધીને હાથમાં નહીં લઈ જાઉ, અહીં ખઈશ ખરો થોડુંક.'
પ્રશ્નકર્તા: દાદા, આપનું એટલું બધું ચોખ્ખું એના કારણે આ બધી પરસત્તાઓ રિલેટિવમાંય છૂટી ગઈ. આ જે રિલેટિવમાં આટલી બધી સ્પષ્ટતા રહેતી હતી તમને, તે આ ગુણોને કારણે ?
દાદાશ્રી : મહીં ગુણો તો ખરા ને, તેના આધારે. પ્રશ્નકર્તા : લાલચ નહીં એટલે ચોખ્ખું દેખાય.