________________
[૧૦] પ્રગટ્યા ગુણો નાનપણથી
[૧૦.૧]
અસામાન્ય વ્યક્તિત્વ પહેલેથી
અસામાન્ય થવાતો વિચાર
પ્રશ્નકર્તા : આપને આવું જ્ઞાન ઉદયમાં આવ્યું તે પહેલાં પૂર્વાશ્રમમાં આપનું વ્યક્તિત્વ, આપના વિચારો-સમજણ કેવા હતા તે જાણવું છે.
દાદાશ્રી : મને તેરમા વર્ષે અસામાન્ય થવાનો વિચાર આવેલો. આ સામાન્ય એટલે શાકભાજી. અસામાન્ય એટલે સામાન્ય માણસને જે તકલીફ પડે છે, તે અસામાન્ય માણસને કોઈ તકલીફ ના પડે. સામાન્ય માણસ કોઈને હેલ્પ ના કરી શકે અને અસામાન્ય માણસ હેલ્પને માટે જ હોય. તેથી તેને જગત એક્સેપ્ટ (સ્વીકાર) કરે.
પ્રશ્નકર્તા ઃ અસામાન્ય માણસની ડેફિનેશન (વ્યાખ્યા) શું છે ?
:
દાદાશ્રી : અસામાન્ય એટલે જગતના બધા લોકોને હેલ્પફુલ થઈ પડે, દરેક જીવને હેલ્પફુલ થઈ પડે. અમથો બીજો જીવ અડે તો એનેય હેલ્પ થઈ પડે.
પ્રશ્નકર્તા : આમ તો દરેક વ્યક્તિ કોઈને કંઈ ને કંઈ રીતે હેલ્પ કરતો જ હોય છે ને ?