________________
૩૨૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
નથી રાખતા, લગ્નમાં નથી આવતા.” તે પાછો લગ્નમાં જઈ આવું. ‘હા, કાકા આવ્યા'તા. કાકા બહુ સારા માણસ !” તે મૂઆ તેનો તે જ તું, તારા કરતા આ મારા સ્કૂલના સર્ટિફિકેટ સારા ! આખી જિંદગી પાસ બતાડે. મેટ્રિક પાસ લખે કે ના લખે ? અને તમે તો ઘડીકમાં સારા, ઘડીકમાં ખોટા ! એટલે એવું આ જગત તો ચાલ્યા કરે. પણ અમે સમભાવે નિકાલ કરી નાખીએ, બહુ સરસ.
પિતરાઈનો ગુણ, તે આડું બોલે એ તો અમે એક જગ્યાએ અમારા ગામમાં છે તે અમને સત્સંગ માટે બોલાવેલા, તે ત્યાં સત્સંગ કરતા'તા ત્યારે અમારા એક પિતરાઈ ભાઈ તે આડું-તેડું બોલે. તે ભાઈ બેઠો બેઠો બોલ્યો કે હવે નીચે દબાવીને બેઠા છો મોટી રકમ, ખૂબ દબાવીને બેઠા છો એટલે હવે સત્સંગ થાય જ ને નિરાંતે. શું કહે છે ?
પ્રશ્નકર્તા : ખૂબ દબાવીને બેઠા છો.
દાદાશ્રી : હું સમજ્યો કે આ પિતરાઈના ગુણથી બોલ્યો છે આ માણસ. એને સહન ના થાય ને. મેં કહ્યું, ‘ભાઈ, શું દબાવીને બેઠો છું તમને શું ખબર પડે? મારું બેંકમાં શું છે એ તમને શું ખબર પડે ? ત્યારે એ કહે, “અરે ! દબાવ્યા વગર તો આવું બોલાય જ નહીં ને, સત્સંગ થાય શી રીતે ?” મેં કહ્યું, “બેંકમાં જઈને તપાસ કરી આવો.' લાખ આવતા પહેલાં કંઈનું કંઈ બૉમ્બ (ખર્ચ) આવે છે ને વપરાય જાય છે. એટલે ભરાવો તો થતો જ નથી કોઈ દહાડોય અને ભીડ પણ પડી નથી. બાકી કશું દબાયું–કર્યું નથી. કારણ કે અમારી પાસે ખોટું નાણું આવે તો દબાવાય ને ? એવું નાણું જ આવે નહીં એટલે દબાવે શી રીતે ? અને એવું આપણે જોઈતુંય નથી. આપણે તો ભીડ ના પડે, ભરાવો ના થાય.
જોઈ શુદ્ધાત્મા, ભમરડા માટે તા રાખ્યો અભિપ્રાય
પ્રશ્નકર્તા : આવું સાંભળીએ ત્યારે લાગે દાદાએ કેવા બધા એડજસ્ટમેન્ટ લીધા હશે !