________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : અત્યારે તો એ પાંચ પોલીસવાળાને અહીં પકડી લાવે. ફોજદારોને હઉ પકડી લાવે.
૩૨૪
પ્રશ્નકર્તા (૨) : એ હમણાં કહેતા'તા કે હું અહીંથી આવું ને, તે અમદાવાદી પોળના છોકરાંઓને મારતો મારતો આવું.
દાદાશ્રી : હા, એટલે આ જ જોવાનું છે ! આ જોવા એ આપે છે. પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) : તમે આ જો મારું ન કર્યું હોત તો આટલી હદે હું હોત ? ન હોત. મીંડામાંથી એકડો મને એ તમે જ કરાવ્યોછે.
દાદાશ્રી : હા, પણ એવું કોઈ બોલે નહીં ને, કહી ના બતાવે. આ તો પોતે ઉપકાર ભૂલતા જ નથી ને. તે એનું નામ જ માણસાઈ કહેવાય, દેવપણું કહેવાય. માણસ ના કહેવાય, દેવ કહેવાય.
પ્રશ્નકર્તા (કાન્તિભાઈ)-મહાત્મા સાથે : આ દાદા ભગવાને મને માણસ બનાવ્યો એ દાદા ભગવાનનો એક જ આશીર્વાદ બહુ છે. એક જ આશીર્વાદ તમને આપે, પણ એ આશીર્વાદ પકડી રાખો તો, અમલમાં મૂકો તો તમારી જિંદગી સફળ થઈ જાય.
બાકી મારે તો બહુ ચાલે, વાતવાતમાં. તમે કોઈ કંઈ વાત કરો અને મારી આમ સ્પ્રિંગ છટકે તરત. કો'કને જો થોડો ક્રોધ હોય તો કંટ્રોલ આવે, પણ જેને સો ટકા આવતો હોય એનો કંટ્રોલ રાખવો તે બહુ મુશ્કેલી છે. એ સો ટકામાંથી કંટ્રોલ આવેલો મારે, એ ઝીરો પર લાવી દીધો મને. આજે એમના થકી હું સુખી છું બસ. બાકી સમજોને કે પછી મને જાનવરમાંથી માણસ બનાવ્યો, એવું કહીએ તોય ચાલે. અતિશય ગુસ્સો, આમ ચાલતો હોઉ ને મને ગુસ્સો આવે. અહીં અમદાવાદી પોળમાં ફરવા આવ્યો ને પેલા લોકો જો હોકી પકડી લે તો મને ગુસ્સો આવે, સમજી ગયા ? બધા જ ત્રાસી ગયેલા, આ તો દાદાએ રાખ્યો...
દાદાશ્રી : એવું છે ને, હું જાણું કે આ સાચો હીરો છે. પણ ખોડ આવી ગઈ છે, તો તેની પર પહેલ પાડી દે તો રાગે પડે એવું છે. તે લોક તો કાઢી નાખે, મેં આ પહેલ પાડ્યા. પછી એકદમ ઑલ રાઈટ. તે આ