________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૩૨૩
દાદાશ્રી : હં...
પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) : તમે ના રાખ્યો હોત તો ખલાસ થઈ ગયો હોત.
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) : તમે ન રાખ્યો હોત તો મારી જિંદગી સફળ ક્યાં થાત ત્યારે ?
હા, પણ તમે રાખ્યા પછી બધાને લાઈન પર ચઢાવી દીધા. દાદાશ્રી : સારું, અમારો તો કામધંધો જ એ છે ને !
પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) : તમે બધાને જીવતદાન આપ્યું. બરાબર છે ને?
દાદાશ્રી : નિમિત્ત કહેવાઉ.
પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) : સીધાને તો બધાય રાખે, પણ વાંકાને રાખે એ મરદ.
દાદાશ્રી : આ બધા વાંકા જ છે ! પ્રશ્નકર્તા (૨) : પૂરેપૂરા વાંકા હતા, દાદા. દાદાશ્રી : તમેય વાંકા.. પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) હું તો બહુ જ હતો. પ્રશ્નકર્તા (૨) અમે અંદરથી બહુ વાંકા. દાદાશ્રી : તમે વધારે વાંકા... પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) : હું તો વધારે, અતિશય. દાદાશ્રી : તમે તો સો ટકા. પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) : સો ટકા.