________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૩૨૧
ડફોળ નહીં બને.” એ બધી નિશાળો ભણી આવે ને, સવા લાખ રૂપિયા ખર્ચા એ કંઈ નકામા જતા હશે, બળ્યા ?
અત્યારે એક્સપર્ટ થઈ ગયેલો છે. આમ, ફર્સ્ટ ક્લાસ ! ગમે એને છોડાવી દે ને ! અત્યારે દાદાને જો કોઈએ પકડ્યા હોય તો છોડાવી દેવડાવે. કોઈનેય આખો ને આખો છોડાવી દેવડાવે, ગમે ત્યાં હોય તોય. એને એવું આવડે આ. એટલે આ કંઈ પૈસો ખર્ચલો નકામો જતો નથી ! એટલે કંઈ ગમે તે કૉલેજમાં ભણેલો છે આ માણસ ? રૂપિયો ભલે ઘણો ખર્ચાયો પણ કંઈક ભણેલો છે આ માણસ ! એમ ને એમ કંઈ ખર્ચ થતો હશે ? માટે બીવા જેવું નથી. નથી એવો છોકરો ! તેને પાછી આવી કૉલેજમાં ભણવા મોકલવાનો નથી. એ ભલે રહે, આપણે સુખી થવાનું કે આ નવી નિશાળમાં ભણે છે ! એ કો'ક દહાડો કામ લાગશે આપણને. નહીં ? એમના ભાઈઓ બધા નિશાળોમાં ભણ્યા'તા. એ બધા ભાઈઓ આનાથી કંટાળતા'તા. મેં કહ્યું, “ના, એ બહુ સારા માણસ છે. એ છે તો કામ ચાલશે.” ત્યારે કહે, ‘પણ આ બધું ?” “ના, એ બધું બંધ થઈ જશે અને પેલો એનો કામ લાગે એ ગુણ રહેશે. અત્યારે એ બધું બંધ થઈ ગયું ને, અને કામ લાગે એવા. અત્યારે કહે, “એમના જેવા કોઈ નહીં !” હવે તે દહાડે ડિસમિસ કરી દીધા હોત, તો શું રહેત? માટે “ડોન્ટ ડિસમિસ એનીબડી.” શું કહ્યું?
પ્રશ્નકર્તા : ડોન્ટ ડિસમિસ એનીબડી. દાદાશ્રી : હા. મોટું, બહુ વિશાળ મન રાખવા જેવું છે.
દાદાના ભત્રીજાનો અનુભવ એમના સ્વમુખેથી પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) : તમે જે મને મંત્ર આપ્યો. દાદાશ્રી : હા, એ તો મને ખ્યાલ છે.
પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) : એ મંત્રને પકડી રાખ્યો છે અત્યારેય. પણ ઘણી વખત છે ને, મને આમ થઈ પણ જાય. પછી તરત તમારો શબ્દ યાદ આવે કે દાદાએ મને શું કહ્યું હતું ? એટલે હાથ પાછો પડી જાય. બાકી હાથ આમ ઊભો જ થઈ જાય !