________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૩૧૯
થઈને ? આ એનો સૂક્ષ્મતમ અર્થ. એટલે આ એક-એક વાક્યમાં આખા શાસ્ત્ર સમાઈ ગયેલા હોય. આ જલદી મોક્ષે જવાના સાધનો આપ્યા છે.
પ્રશ્નકર્તા : બરાબર, સરખી રીતે પકડી જ લઈએ તો... દાદાશ્રી : તો કામ નીકળી જાય.
ભત્રીજાનો રાગ કાઢવા જતા જડ્યું સોનેરી સૂત્ર
એ ભત્રીજાનો રોગ કાઢવા જતા જડ્યું ને મને. બીજો કશોય રોગ નહીં, બળ્યો આ જ રોગ. ત્યારે મેં કહ્યું, “આ રોગ તો હું પસંદ કરું. આવો રોગી હોય ને, તેને ના થતું હોય તોય ગોદા મારીને કરું કે લોકોને ચા પાઈને પણ ખુશ કરજે.” આમ તો મને ગમતો રોગ આવ્યો એનો. મેં કહ્યું, “છો વાપરે. એને પેલું (માન) પોસાયા કરે. બસ આમ કહ્યું કે તારે ચા-પાણી પાઈ દેવાના, નાસ્તો-બાસ્તો કરાવે. અત્યારે તો જરા આવકમાં ટાઢો પડી ગયો છે. તોય પણ મર્દ માણસ ! ગમે તેવું કામ હોય, વડાપ્રધાન પાસે જવું હોય તો જઈ આવે એવો હતો પણ આજે પાંચ વર્ષથી નથી એવી શક્તિ. બાકી વડાપ્રધાનની સહી હઉ લઈ આવે. બધું આવડે, કરેક્ટ. અંદર ચોખ્ખો. બીજી કશી દાનત નહીં, આ જ.
પાછો કહે, “દાદા, તમારો ભત્રીજો છું ને ! બીજા બહુ ખરાબ ગુણો નથી. તમારો ગુણ છે, તમે કેટલા મોટા મનના છો !” પછી ચોખ્ખો થઈ ગયો છોકરો, પછી પ્યૉર થઈ ગયો. પછી તો હાઈ લેવલ ગયેલો. મિલના શેઠ પાસે તો બહુ કિંમત વધી ગઈ એની, પણ આમ સુધરી ગયો.
એટલે આ જાતનું એક વાક્ય સમજશે ને, તો બહુ થઈ ગયું. નેગેટિવ ગુણને કેવી રીતે પોઝિટિવમાં ફેરવવો?
હવે એક છોકરો ચોર હોય, તેમાં તો કેટલુંય એના મા-બાપ ને ઘરને હાય હાય બાપ, હાય હાય બાપ થયા કરે. બળ્યું આ હાય હાય બાપ, હાય હાય બાપ શાનો કરે છે તે ? છોકરો ચોર તે ! “અરે મૂઆ, એ તો હોય. આનો શો ઉપાય તે ખોળી કાઢ્યો છે? એને નાખી દેવો છે ?” ત્યારે કહે, “ના, નાખી તો કેમ દેવાય ?” “મૂઆ, તું ઉપાય કહે