________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
દાદાશ્રી : એટલે ઝઘડો થાય નહીં કોઈ દહાડોય અને પેલી આસક્તિ એટલે ઝઘડો થયા વગર રહે નહીં. આમાં આસક્તિ નહીં ને બિલકુલેય. લ્યો તમારા પુસ્તકો તે જ્ઞાત પાછા, તોય અમે વીતરાગ
પ્રશ્નકર્તા : આપના કુટુંબમાંથી કોઈએ જ્ઞાન લીધું હોય, એમનો અનુભવ કેવો રહ્યો ?
૩૨૯
દાદાશ્રી : પેલો ભઈ કહેતો'તો ને કે ‘દાદા, હવે તમે કાઢી મેલો તોય અમે ક્યાં જઈએ ? હવે અમારે તો અહીં ને અહીં જ આવવું પડે. કારણ કે તમે અમને એ રસ્તા ઉપર લઈ ગયા છો, તે હવે અમે એકલા શી રીતે પાછા ફરીએ ?’
પ્રશ્નકર્તા : એ પાછા જવાનો રસ્તો લઈ લીધેલો છે કે ?
દાદાશ્રી : અને આનંદ સાથે છે એટલે પછી ઈચ્છા જ ના થાય ને ! તોય એક જણ છે તે આપણા પુસ્તકો આપેલા, તે પાછા આપી ગયો.
પ્રશ્નકર્તા : પુસ્તકો પાછા આપી ગયા ?
દાદાશ્રી : અમારો એક ભત્રીજો હતો ને, તે મેં એને આ જ્ઞાન આપ્યું. બહુ કઠણ હતો ને ક્રોધી હતો. મેં જ્ઞાન આપ્યું, તે દહાડે એ શું કહે છે ? આજ રાતે મોટો નાગ આવ્યો મારી સામે. એકદમ આવીને ફેણ માંડી. એટલે મેં કહ્યું, ‘હું શુદ્ધ છું, શુદ્ધ છું,' તે જતો રહ્યો.’’ ત્યારે મેં કહ્યું, ‘એ હતું તે બહાર નીકળી ગયું બધું હવે.’ તે પછી એને પુસ્તકો આપ્યા, બધું આપ્યું. પછી વર્ષ-બે વર્ષ સુધી એણે આ કર્યા કર્યું, દર્શન કર્યા, બધું કર્યું. પછી કો’કે કહ્યું કે આ તો બધો જૈન ધર્મ છે. તે કો'ક ગુરુ મળી ગયો એને. તે મનમાં એમ થયું કે આ પાછો જૈન ધર્મ આપણા ઘરમાં ? વહુને પૂછયું કે આ જૈન ધર્મ છે ? ત્યારે એ કહે, આપણો વૈષ્ણવધર્મ અને તેય પાછો બાળકૃષ્ણનો ધર્મ છે.
પછી એ મને કહે છે, ‘લ્યો, આ તમારા પુસ્તકો પાછા અને આ તમારો ધર્મ પાછો ને તમારું જ્ઞાનેય તમને પાછું.’ ત્યાર પછી મારા મનમાં એમ આવ્યું કે ‘ભઈ, એનો ઉપકાર માનો.' મેં કહ્યું, ‘સારું થજો, ભલા