________________
૩૩૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
આદમી એણે રસ્તામાં, ગટરમાં નાખી દીધા હોત, તેને બદલે અહીંયા આવીને પુસ્તકો પાછા આપી દીધા. નહીં તો એમ ફેંકી દે તો કોણ ના કહે છે ?” તે “આ જ્ઞાનેય તમને આ પાછું આપ્યું કહે છે. શું કહે છે ? એવું છે આ જગત તો !
પ્રશ્નકર્તા ઃ હવે એવું ના કહે, દાદા. હવે કોઈ નહીં કહેતા હોય એવી રીતે.
દાદાશ્રી : હવે તો એવું ના કહે, પણ પહેલાં આવું કહી ગયો. એટલે બધા ભત્રીજા-બત્રીજા પેસી જાય પણ અમે કહીએ નહીં કોઈને. એ તો હિસાબવાળા, તે ચીકણું કોની જોડે હોય ? જેની જોડે વધારે રહેવાનું હોય
ત્યાં જ ચીકણું હોય ને કે છેટેવાળા જોડે ? છેટે તો બધે “જય શ્રીકૃષ્ણ, જય શ્રીકૃષ્ણ”, જાળીએથી “જય શ્રીકૃષ્ણ” કરીએ તોય ચાલે. અને અહીં તો આપણે “જય શ્રીકૃષ્ણ” કહીએ ને, તો કહે, “હં, રાતે તો આવું કરતા'તા ને અત્યારે પાછું આવું કરો છો ?” એ પાછું રાતની ફાઈલ ઉઘાડી કરે. તે મૂઆ ઢાંકને હવે. જેમતેમ કરી ઢાંકી ઢાંકીને કાઢ ને અહીંથી, પણ ના છોડે.
દાદાની ખરી ઓળખાણ ના પડી પ્રશ્નકર્તા એના છોકરાંઓ તો અમેરિકામાં દાદાના એકદમ પરમ ભક્ત થઈ ગયા'તા ને ?
દાદાશ્રી : હા, જુઓને કે આ બધા છોકરાઓ કેવા દાદામય થઈ ગયા !
જુઓને, નહીં તો બ્લડ રિલેશન આ પ્રાપ્ત જ ન થાય. એ બ્લડ રિલેશન પણ બહારગામ રહેવાથી કેટલો બધો વ્યવહાર સુધરી ગયો !
પ્રશ્નકર્તા : અત્યારે કહે છે કે હું દાદાને માનું, પણ પંદર વરસ પહેલાં પૂછયું હોય તો ના માનું.
પેલા મુંબઈના મહાત્મા એમને અમેરિકામાં મળ્યા હશે ને, એમની બાજુમાં બેઠેલા ને, ત્યારે એ લોકો કહે કે “આ દાદા ભગવાન તો મારા કાકા સસરા થાય.” પછી એમણે સમજ પાડી કે આ તમારા કાકા સસરા