________________
૩૨૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧) પ્રશ્નકર્તા શરીર ને કાન ત્યાં જ સરવા હોય છે. દાદાશ્રી : એવું જગત છે આ તો !
છતાં એ ભેગો થાય તો એને એમ ના લાગે કે આપણાથી જુદો છે. કારણ કે અમારે જુદાઈ છે નહીં, એ બિચારો ભમરડો છે, ભમરડા માટે શું અભિપ્રાય? એના હાથમાં સત્તા નથી, સંડાસ જવાની સત્તા નથી. એ જે કરી રહ્યો છે તે બધો મારો જ હિસાબ દેખાડી રહ્યો છે. હાસ્તો, એમાં એની બિચારાની સત્તા છે જ નહીં ને ! એ શુદ્ધાત્મા જ છે, એના શુદ્ધાત્માને આપણા નમસ્કાર છે.
નાટકીય સગાઈ રાખી બધા જોડે આપણા કુટુંબી છે ને આપણા પિતરાઈ થયા, એમાં આપણો શું દહાડો વળે ? કંઈ વળે ? હું કોઈનો પિતરાઈ, તમેય કોઈના પિતરાઈ, તેય આ તો બધું આ દેહે કરીને કુટુંબી, પિતરાઈઓ, આત્માને તો કશું લેવાદેવા નહીં ને ! કર્મની ભાંજગડો, અથડામણો, કર્મ બધા કર્યા હોય તે ઋણાનુબંધ બધા, હિસાબ ચૂકવવાના.
તેથી ધીરે ધીરે અમે તો વ્યવહારમાંથી બહાર નીકળી ગયેલા. મને આ ગમેય નહીં. મામાના દીકરાઓને, બધાને કહી દીધેલું કે તમે જેટલી સગાઈ રાખશો એવી સગાઈ હું નહીં રાખું.
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : હું રાખીશ વ્યવહારથી, તે પણ નાટકીય રાખીશ અને તમે સાચા દિલથી રાખશો, એવું કહી દીધેલું બધાય સગાંવહાલાંને. કારણ કે અમારી નાટકીય સગાઈને તમે એમ માનો કે આ દાદાને મારી પર બહુ ભાવ છે.
પ્રશ્નકર્તા: નાટકીયમાંય ભાવ તો દેખાડાય ને? દાદાશ્રી : ભાવ વધારે દેખાય ઊલટા. પ્રશ્નકર્તા: હા, ઊલટું વધારે દેખાડે.