________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૩૨૫
સાચા હીરાને. છે સાચો માલ એટલે. કારણ કે મને કહેલું પહેલે દહાડે કે ‘દાદા, તમે રાખો, નહીં તો પછી મને દરિયામાં નાખી દેજો.”
પ્રશ્નકર્તા (કાન્તિભાઈ) : અને મારા મધર-ફાધરે તો કહેલું કે અમારે ઘેર તો લાવશો જ નહીં.”
દાદાશ્રી : મેં કીધું, “દરિયામાં ના નખાય.” પણ સારું આ રાગે પડી ગયું.
સારા-ખરાબ સર્ટિફિકેટોમાંય સમભાવે નિકાલ પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન થયા પછી કુટુંબની વ્યક્તિઓ સાથેનો વ્યવહાર કેવો હતો?
દાદાશ્રી : પછી અમારો એક ભત્રીજો છે તે આ ભરૂચ ટેક્સટાઈલ મિલનો શેઠ હતો. તે કહે, “કાકા, તમે પહેલાં જે હતા, તે તો બગડી ગયા તમે. કાકા કેવા સારા માણસ હતા અને આ ધર્મમાં પડવાથી બગડી ગયા. ત્યારે મેં એને શું કહ્યું ? “તું મોટો માણસ એટલે તને સમજણ પડતી નથી આમાં. હું પહેલેથી જ આવો હતો પણ તને ખબર નથી પડી. હું તો જાણે ને કે હું કેવો હતો તે ! આ તો બહુ વસમો માણસ છે તારો કાકો તો !” એ કહે, ‘પણ પહેલાં નહોતા ને ?” મેં કહ્યું, “ના, પહેલેથી જ એવો હતો. તમને ખબર જ નહોતી. હું જોડે ને જોડે રહું ને !' ત્યારે કહે, “એવું કેવું બોલો છો ?” મેં કહ્યું, ‘એ પહેલેથી જાણું. ઓળખું તારા કાકાને !' એટલે પછી મને ડિપ્રેસ (હતાશ) કરી શકે નહીં ને ! ત્યારે શું કંઈ આપણે નથી ઓળખતા ? બધુંય ઓળખીએ.
એટલે આવું કહીને નિવેડો લાવી આપીએ પણ “અમે આવા નથી એવું ન બોલીએ. પહેલેથી આવું બોલીએ એટલે શું જાણે કે આ પહેલાં ન હતા, તે આવું બોલે છે ! અને એનો કશો અર્થ જ નથી. ઊડાડી મેલે વાત. અને મારું કાંઈ ખોટું છે એવું માને છે આ. ‘ત્યારે મૂઆ, તારું શું સાચું છે ? એમ ને એમ ગપ્પાં, સમજ્યા વગર બોલ બોલ કરે છે !! “તમે તો જરા એ થઈ ગયા, તમે આમ થઈ ગયા. તમે કુટુંબ પ્રત્યે હવે ભાવ