________________
૩૧૭
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
નિયમથી પાળ્યું સૂત્ર, થઈ ગયો ક્ષમતાવાળો
પછી સૂક્ષ્મ અથડામણ ટાળવાની શિખવાડી. કોઈની જોડે મતભેદ પડી ગયો, તો આપણે જાણીએ કે આ કાયમ તૂટી જશે એ પહેલાં આપણે કહીએ, “ના, ના, આ તો મારી ભૂલ થઈ.” આમ કરીને સાંધી લેવાનું. મને કહે છે, “એ આવડી ગયું મને.” એ તો એને આવડે આવું, આ તો એની મૂળ લાઈન. એટલે એમ કરતા કરતા અથડામણ ટાળવી એ નિયમથી ટક્યો છે, અત્યાર સુધી એ ટકેલો છે. એક જ લાઈન, બસ.
હવે એ જેમ અમારો ભત્રીજો થાય એવા બીજા અમારા ભત્રીજા ભરૂચ ટેક્સટાઈલ મિલના માલિકો, આ ચંદ્રકાન્તભાઈના કાકા હતા તે. પેલા છોકરાને (ભત્રીજાને) એમણેય નોકરીમાં રાખ્યો પાછો. મને પૂછયું કે “આ તમારે ત્યાં હતો તે કેમ નીકળ્યો ?” કહ્યું, “ડાહ્યો થયેલો છે. તમે રાખજો.” તે સારા પગારથી રાખ્યો. એ છોકરાએ તો એમનું ખૂબ જ સરસ કામ કરી બતાવ્યું. કારણ કે બહુ કેપેબલ (ક્ષમતાવાળો) થઈ ગયેલો, આ બધું તંત્ર ચલાવી લે એવો.
તે હું જઉ ત્યારે માલિકોએ કહી રાખેલું કે કાકા આવે તો એમને બધું એ રાખજો. એટલે હું જઉં ત્યારે ઝાંપામાં પેસતા જ પેલા પહેરેગીરો ને બધા આમ આમ કર્યા કરે. આમ લાંબો કોટ પહેરીને જઉ ને પાછો કહેવાઉ કાકો એમનો ! એ શેઠના કાકા આવ્યા ! ત્યાં રોફ પડે અમારો.
તે મારે એક ફેરો આ ભરૂચ બજારમાં જવું'તું. તે રસ્તામાં ઘોડાગાડીવાળાને કહે છે, “એય... ચલ.' તે આખા ભરૂચમાં ઘોડાગાડીવાળો મુસલમાન હોય કે ગમે તે હોય પણ એને આ કહે કે ઈધર આવો, એટલે પેલો આવે. છૂટકો જ નહીં એને ! એની બઈ બેસાડી હોય તો ઉતારી દેવી પડે. આટલો બધો રોફવાળો માણસ ! મને ઘોડાગાડીમાં લઈને મીઠાઈવાળાને ત્યાં આગળ લઈ ગયા. તે દરેક મીઠાઈવાળો બહાર નીકળીને જે જે કરે. “અરે ! શેઠના કાકા આવ્યા, શેઠના કાકા આવ્યા !” બધું કહી વળેલો મૂઓ ! હવે મીઠાઈવાળાને શું લાભ મળતો હશે? મિલને જ્યારે જ્યારે જરૂર હોય ને, ત્યારે ઓર્ડર આપે. એટલે