________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૩૧૫ લાગે. આવું શા હારુ આપણે ઓળખાણ જોઈએ ? આપણે નહીં છોકરો પૈણાવવો ને નહીં છોકરી પૈણાવવી ને આપણે સ્ટેશન માસ્તરનું શું કામ છે તે ? આપણે ટિકિટ લઈને અહીંયા બેસવાનું. આ એને એમ ભપકો જોઈએ કે “મારા દાદા !” એટલે માસ્તરને જઈને કહે છે, “કોણ આવે છે ? જ્ઞાની છે ને આમ છે ને તેમ છે.” તે માસ્તર ધ્રુજી ગયો બિચારો. એટલે બિચારાએ ત્યાં પેલો રૂમ ખોલી આપ્યો, આ બેસાડે છે તે !
પ્રશ્નકર્તા: હં, વેઈટિંગ રૂમ.
દાદાશ્રી : વેઈટિંગ રૂમ. તે બાને બેસાડ્યા ત્યાં આગળ. પછી મેં કહ્યું, ‘ભઈ, બાથી ચલાતું નથી અને ગાડી ઊપડશે તો પાછી ઉપાધિ થાય. તું બાને ત્યાં આગળ લઈ જઈને ત્યાં ખુરશીમાં બેસાડ.” ‘દાદાજી, બાને નિરાંતે બેસવા દો' કહે છે અને ગાડી ઊપડી. મેં કહ્યું, “અલ્યા મૂઆ, આ શું કર્યું? હવે બા શી રીતે દોડશે ?” “કશો વાંધો નહીં દાદા, તમે બાને બેસવા દો.” અને ગાડી ગયેલી પાછી બોલાવી અને બાને બેસાડ્યા પછી ગાડી ઊપડી. એટલે એ જે પૈસા વાપરતો'તો ને, એની પાછળ એનું આ બળ હતું.
આમ પૈસાના પાણી કરે તે રેલ્વેતા પૈસા ના ભરે
પછી (પાછો એ) છે તે શું કરે ? કોન્ટ્રાક્ટનો ધંધો અમારો. કોન્ટ્રાક્ટના ધંધા પર માલ તો લઈ જવો પડે ને ? તે દરેક વખતે સ્ટેશન પરથી માલ લાવે આપણો. બોમ્બેથી માલ લઈ આવે ને રેલવેમાં, તે એનું પેલું એ કરાવવું જોઈએ ને ? વજન કરાવીને. મોટો વજનદાર માલ હોય બધો. બે-ચાર મણ, પાંચ મણે વજન હોય. તે એનું વજન કરી અને એવી રીતે લાવવું જોઈએ.તે અમે કહેલું કે “તારે જેટલો ખર્ચ થાય એટલો, એનું લગેજ (ભાડું) ભરજે.' પણ લગેજ ભર્યા વગર મારી-ઠોકીને ત્યાં લાવે. પેલા ટિકિટ કલેક્ટરની સામો થઈ જાય ને ત્યાં ઝઘડા કરે ને માર-તોફાન ! માસ્તરો જોડે ઝઘડા ને જ્યાં ને ત્યાં જુઓ ઝઘડા, ઝઘડા ને ઝઘડા ! રેલવેમાંય ઠોકાઠોક (મારામારી) કરે, આમ પૈસાના પાણી કરે ને રેલવેને જે કાયદેસર પૈસા ભરવાના છે, તે ના ભરે અને ઉપરથી