________________
૩૧૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ઝઘડા કરે. એટલે પછી મારી પાસે ફરિયાદો આવે કે તમારા ભત્રીજાને કાઢી મેલો, આ તમારી આબરૂ બગાડ છે.
અથડામણ ટાળો' સૂત્ર પ્રકાશ્ય આમ એટલે મેં કહ્યું કે ભઈ, મેં તારું શું બગાડ્યું છે કે મારી આબરૂ બગાડું છું? કાં તો તું જતો રહે, જો આબરૂ બગાડવાની હોય તો.” એટલે પછી મને કહે છે, “કાકા, મને કંઈક ધર્મ આપો, મને સૂઝ પડતી નથી આ બધી. આ તમે રોજ પુસ્તક વાંચો છો, મારા આત્માનું કંઈ કલ્યાણ થાય એવું મને દેખાડો ને !' તે મેં એને કહ્યું કે “તને શિખવાડીને શું કરવાનું, તું તો બધા જોડે અથડાઉ છું તે ?” સરકારમાં દસ રૂપિયા ભરવા જેવો સામાન હોય તોય પૈસા ભર્યા વગર લાવે અને આમ લોકોને વીસ રૂપિયાના ચા-પાણી પાઈ દે ! તે પેલા ખુશ-ખુશ થઈ જાય. એટલે દસ બચે નહીં, ઊલટા દસ વધારે વપરાય એવો નોબલ (!) માણસ. ' કહ્યું, “અલ્યા, તારે શું કરવું છે? તારું કલ્યાણ થઈ ગયેલું છે (!) ને આ કેટલાય લોકોને મારીને આવું છું એ ઓછું છે ?” ત્યારે એ કહે, “મારા આત્માનું કંઈ થવું જોઈએ ને ? મારી પર કંઈ કૃપા કરો.” ત્યારે મેં કહ્યું, “જો હું એક જ પડીકી આપું છું, પાળીશ ?” ત્યારે કહે, “મરી જઈશ પણ છોડીશ નહીં એ પડીકી.” મેં કહ્યું, “બસ, કોઈની જોડે અથડામણમાં આવીશ નહીં, આટલી પડીકી.” પછી પડીકી તેણે વાંચી, પછી એ ગયો. પછી બીજે દહાડે મને કહે છે, પણ એ અથડામણમાં આવીશ નહીં એનો શું અર્થ ?” ત્યારે મેં કહ્યું, “હા, બેસ હવે.” પછી મેં કહ્યું, “આપણે અહીંથી તું બહાર નીકળું અને સામો સાપ આવે તેને અથડાઉ છું?” “ના, તો ફરીને જઉં.” મેં કહ્યું, “કેમ ?” “કેડી ખાય' કહે છે. મેં કહ્યું, “સારું. સામો વાઘ આવે તો?” “ના, જતો રહું.” મેં કહ્યું, ‘પાડો ?” ત્યારે કહે, “ના, ફરીને જઉં.' કહ્યું, ‘પત્થર ઊભો હોય તો? તું કહું કે પત્થર કેમ ઊભો છે, તું ખસ અહીંથી તો ?” ત્યારે કહે, “ના, કુદીને જઉં, એને કંઈ ખસેડાય ? આમ કરતા કરતા અને સ્થૂળ અથડામણ ટાળવાની સમજણ પાડી પહેલી. ધૂળ, આમ આંખે દેખાય, મનનું કામ નહીં. મનની આમાં જરૂર જ ના હોય. આમ આંખે દેખાય એ અથડામણ પહેલી ટાળવાની શિખવાડી.