________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
બધાની સહી લઈને મને આપે. એટલે પછી હું એને ફરી આગળની સર્વિસ આપું, ધંધાનું કામ હું એને સોંપી દઉ. છોકરો હોશિયાર હતો પણ ના કર્યું. તે પાછો અહીંથી નાસી ગયો.
૩૧૩
મારા પૈસાથી સુધરતો હોય તો બહુ થઈ ગયું
તે બધેથી કુટાઈ કરી અને પાછો આવ્યો. હું ને અમારા ભાગીદાર કાન્તિભાઈ સૂઈ ગયેલા. તે પેલો અહીં આવીને બહાર ઊભો રહીને, ‘દાદાજી, હું આવ્યો છું’ કહે છે. મેં ધીરજ પકડી. મેં કહ્યું, ‘શું છે આ ?” પછી એ બોલવા માંડ્યો કે ‘મને કોઈ જગ્યાએ કોઈ સંઘરતું નથી, માટે તમે સંઘરો અને હવે કંઈ ભૂલ થાય તો મને દરિયામાં નાખી દેજો.’ એટલે પછી મારી આંખ ટાઢી પડી. આવું જો એફિડેવિટ કરે છે, તો પછી એથી વધારે તો આપણને ના હોય. એટલે પછી મેં નોકરીમાં મારે ત્યાં રાખ્યો, સમો થવા સારું. અમારા ભાગીદારને કહ્યું કે દસ હજારનું નુકસાન થાય કે આડુંઅવળું કરે તોય લેટ-ગો (જતું) કરવાનું છે. એક માણસ મારા પૈસાથી સુધરતો હોય તો મારે બહુ થઈ ગયું.
તે પછી એ માણસને જે જે કુટેવ ખરી ને, તે મેં એને એક શરત કરી. મેં ભાગીદારને કહ્યું, ‘એને આ કામની સિલક એના હાથમાં આપો. સિલક એને સોંપી કહેવાનું કે તારે કાચું લખવાનું અને આપવા-કરવાનું બધાને. અને મને પૂછીને આપે બધાને. એમાં તારો ખર્ચો તારે લખવાનો આમાં.’
પછી મેં કહ્યું, ‘જા, તું અમારું ફલાણું કામ ચાલે છે વસઈમાં, તે તું જા ત્યાં આગળ.’ એટલે હિસાબની ચોપડી આપી કે હિસાબ લખજે. એટલે પછી બધું કરતો’તો કામકાજ. પણ એ જમાનામાં રોજ આઠ-દસ રૂપિયાનું પાણી કરે એ, ૧૯૪૨માં. એટલે પછી મેં એને શું કહ્યું કે ‘ભઈ, આ રીતે અમારે ત્યાં પોસાશે નહીં. તું જે કરતો હોય એ મહીં લખ તો પોસાશે મને, પણ તું આમતેમ પૈસામાં ગરબડ-ગોટાળા કરી નાખે અને આમ કશુંય તારામાં ખોટું તો લખાતું નથી અને લોચા વાળું છું. તે લખ. તું સિગરેટ પીતો હોય તો લખજે, દારૂ પીતો હોય તો લખજે. મેં એને છૂટ આપી. હું તને વઢીશ નહીં અને તને સુધારીશ.' તોય એ કંઈ લખે કે ? તે પછી