________________
૩૧૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
એટલે અમારા કાકાના દીકરાનો દીકરો. તે બેરંગી થઈ ગયેલો. જરા તોફાની ને અવળે રસ્તે ચઢી ગયેલો. તે એના ફાધર મારે ત્યાં બહારથી આવ્યા, તે એમના છોકરાને લઈને આવતા'તા. તે મેં એમને કહ્યું, ‘તમારા છોકરાને બહાર ઊભો રાખો અને તમે મહીં આવો.” ત્યારે પેલા છોકરાને બહાર ઊભો રાખી મહીં આવ્યા. મને કહે છે, “છોકરાને મહીં બેસાડું, તાપમાં ઊભો છે ને ?” કહ્યું, “ના ભઈ, અહીં મારે ત્યાં ના બેસાડશો મહેરબાની કરીને. આ છોકરાને મારે ત્યાં બેસવા ના દેવાય.” એ ચોરી નથી કરતો પણ લબાડી તો કરે જ છે. “હું અંબાલાલકાકાનો ભત્રીજો છું. તે હું તમને ઘાસતેલ લઈ આવી દઈશ, ફલાણું લઈ આવીશ.” તે આ કંટ્રોલના વખતમાં લોકોને ઘાસતેલ મળે એની બહુ મજા આવે ને ? તે રૂપિયા લઈને ભાગ્યો, એ ફરી રૂપિયા આપે-કરે નહીં. એની બુમ પડેલી એટલે પેસવા નહોતો દેતો. “મારા ઘરમાં નહીં, અહીં નહીં પેસવા દઉં.”
પછી મેં કહ્યું, “આખા ફેમિલીમાં આ તમારો છોકરો આવો પાક્યો ! અંદરખાને દાનત ચોર હશે તમારી, તમારી મા-બાપની દાનત ચોર હોય તો છોકરો આવો પાકે. કેમ આવો પાક્યો ?” આવું બોલનાર હું તો કડક. તે વેળા જ્ઞાન નહીં એટલે વ્યવહારમાં મેં શું કહ્યું? “આ ઘરને અપવિત્ર કરશો નહીં.” ત્યારે પછી એ છોકરો બહારથી કહેવા માંડ્યો કે ‘દાદાજી, મને માફ કરજો.” ત્યારે મેં કહ્યું, “માફ ક્યારે કરું કે તું આ માથું મૂંડાવી દઉં અને પછી ગામમાં કહી દઉ બધાને કે જેના જેના પૈસા છેતરીને લીધા છે, તે બધાના પૈસા હું તને આપું અને તું આપી આવ બધાને.”
એટલે ચોરીને લાવેલો નહીં પણ આવું બધું ખોટું જ કહેવાય ને ? લોકો વિશ્વાસથી આપે બિચારા અને અંબાલાલનો ભત્રીજો છે, એ નામથી આપે બધું. તે માથાના વાળ કાઢી નાખવાની શરત કરી અને ઘેર બેઠા પગાર, બીજું કશું કરવાનું નહીં. હું જે પૈસા આપું, તે બધા પૈસા ભાદરણમાં જઈને માગતાવાળાને આપી આવે, જેને છેતર્યા હોય તેને. પણ છ મહિના કરીને પછી ના કર્યું. મેં શું ખોટો રસ્તો બતાડ્યો’તો ?
પ્રશ્નકર્તા : સરસ, દાદા. દાદાશ્રી : બીજા પૈસા આપું, તે ઘેર બેઠા બધાને આપી આવે અને