________________
૩૧૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા ઃ કાઢી મૂકો.
દાદાશ્રી : કાઢી મેલતા તો સૌ કોઈને આવડે, આપણને નવું શું આવડ્યું એ ખોળી કાઢો ને, કહ્યું. કાઢી મેલતા કોને ના આવડે ?
પ્રશ્નકર્તા : બધાયને આવડે. દાદાશ્રી : અને અમે કોઈને કાઢી ના મેલીએ. પ્રશ્નકર્તા : તમારી ખરી શોધ છે, હં.
દાદાશ્રી : એટલે દુનિયામાં બધી જાતના ખેલો હોય. જાતજાતના માણસો મને મળેલા !
પ્રશ્નકર્તા અને એમાં આ રીતે નિકાલ લાવવો એ બહુ મોટી વાત છે.
દાદાશ્રી : ત્યાં આફ્રિકા જઈને જે એમની દુકાને આવે ને, તેને કહે, “આ બધા મારા નોકર છે, હું જ શેઠ છું. આ રણછોડભાઈ નોકર, રાવજીભાઈ નોકર, બધા નોકર છે મારા.” આવું બોલે. તે પૈસોય કમાયો નહીં, આખી જિંદગી આવો ને આવો રહ્યો.
પછી રણછોડભાઈ મને એક દહાડો કહે છે, “આ આની જોડે પ્રસંગ (સંબંધ) રાખવા જેવો નથી. ક્યાંય ઊભો રહેવા દેવા જેવો નથી.” મેં કહ્યું, “આવું કંટાળે પાલવતું હશે ? એને જન્મ કોણે આપ્યો આપણી જોડે ? કાઢી મેલશું ને તો ફરી આવશે એ બીજા જન્મમાં, એના કરતા નિકાલ કરી નાખો ને એની જોડે.' તો મને કહે, “એની જોડે શી રીતે રહેવાય ?” કહ્યું, “સારામાં સારો માણસ એ. મને તો ગાળ ભાંડી જાય, કે મારો કાકો અક્કલ વગરનો છે, આમ છે, તેમ છે, લોભિયો છે. પણ આપણે એ તરફનો ભો નહીં કે ભઈ, એ હજાર રૂપિયા માગવા આવશે, પાંચ રૂપિયા માગવા ના આવે આખી જિંદગી. એ કાંઈ ઓછો ફાયદો છે ? આ મોટામાં મોટો ફાયદો !” “હા, એ વાત ખરી, ના માગે” કહે છે. “અને બીજાને તમે પાર્ટનર કરો ત્યારે એ બહુ સરસ હોય, બહુ જ આમ લાયકાત હોય, બહુ વિનયવાળો હોય પણ પાંચ હજાર લેવા આવે ને તો એને નાપાસ કરજો ને આને પાસ કરજો,’ કહ્યું.