________________
૩૦૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
તો કહે, હમણે જ જઈને. તે મને બેસાડી રાખીને ગયો. હવે એનાય કંઈક સિદ્ધાંત હોય છે ને, ધ્યેય તો હોય કે ના હોય ? ધ્યેય વગરના જીવન શી રીતે હોય, તો તો અહીં ભેગા શી રીતે થાય મને ?
દાદાએ ધ્યાન રાખી પૈણાવડાવી ભત્રીજાતી છોકરી
પછી છે તે એની છોડી પૈણાવવાની થઈ, ત્યારે પેલો મનુ કમાયેલો, તે મનુને મેં કહ્યું, ‘તું વધારે આપ.” ચીમનભાઈ પાસે લાબું નહીં, છોકરાઓ મોકલે નહીં બહુ. તે ચીમનભાઈને કહ્યું, ‘તું આપજે.” અને છોડી પૈણાવાની થયેલી, તે ઓછી ભણેલી હતી. ત્યારે મેં કહ્યું, “આને માટે કંઈક કરો. ત્યારે મનુ કહે છે, “હું સાત હજાર આપીશ.” ચીમન કહે છે, “હું ત્રણ હજાર આપીશ.” ત્યારે મેં કહ્યું, “આપણે એટલામાં પતી જાય, એવું કરી લાવીએ.”
એટલે હું અને મનુ છે તે ત્યાંથી ઊપડ્યા, મુંબઈથી, તે સુરત ગયા. ત્યાં ધર્મજનો એક છોકરો હતો. સાધનમાં લાંબું નહીં પણ આમ હતું સારું. તે ભાદરણનો ભાણો હતો. પછી એના મોસાળિયા તો કહે છે,
અમારે કરવું જ છે.” ત્યારે મેં એના મોસાળિયાને ચોખ્ખું કહ્યું કે “એનો બાપ મગજનો ક્રેક છે અને છોડી આટલી ઓછી ભણેલી છે. અને લગ્ન કરવાનું છે પદ્ધતિસરનું, એનો વાંધો રાખવાનો નથી. બીજી કશી શર્ત-બર્ત નહીં ચાલે.” પેલો ભાદરણવાળો કહે છે, “ફરી આવું નહીં મળે.” એટલે તરત પેલા ધર્મજવાળાએ “હા” પાડી દીધી. મનુભાઈ તે દહાડે એવા રૂપાળા, દેખાવડા દેખાય. આમ ફર્સ્ટ ક્લાસ કપડાં પહેરેલા, રાજેશ્રી જેવો દેખાય. તે મને ને મનુભાઈને, બેઉને દેખીને જ પેલો છોકરો જ ખુશ થઈ ગયેલો. “મારે તો પણવું છે તો અહીં જ પૈણવું છે. ગમે એવી છોકરી, ગાંડી આપશે તોય પણ આમને ત્યાં જ પૈણવું છે' કહે છે.
તે એમ ને એમ નક્કી કરી લાવ્યા. તે જાન ઊતરી ને પૈણ્યો. હવે છોકરીને લૂગડાં કોણ આપે આ બેમાંથી ? કોઈ આપે નહીં. એટલે લૂગડાં આપવાનું મેં કહેલું કે “તારા બાર મહિનાના લૂગડાં અમારા.” એટલે પંદરસો રૂપિયા જુદા મૂક્યા. તે કંઈ સો-સવાસો રૂપિયા વ્યાજ આવે, તે પછી એ છોડીને પાંચ વર્ષ સુધી આપ્યું વ્યાજ. પછી એ છોડી કહે છે,