________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૩૦૯
મારે મકાન બાંધવું છે ત્યાં આગળ સોસાયટીમાં, તમે રોકડા આપી દો.” તે પછી આપી દીધા એને.
હવે એમની છોડી પૈણતી વખતે, એમના બે ભાઈઓ મને કહે છે, આ ભઈને સાચવી લેજો.” શું કહે છે ? કારણ, એની પોતાની છોડી છે, એમના બે ભાઈઓ પોતાના ખર્ચે એને પૈણાવે છે ત્યારે આ શું કહે છે, એમને પૈણાવવી હોય તો પૈણાવે, પણ હું લગ્નમાં આવવાનો નથી.” એટલે પછી મેં આ લોકોને શિખવાડ્યું કે એક સરસ વીંટી બનાવડાવો આપણે. પછી એને કહ્યું, ‘તમે વીંટી પહેરીને કન્યાદાન દેવા બેસજો.” એટલે સરસ વીંટી પહેરાવી, તે પછી આવ્યા પણ.
પ્રશ્નકર્તા ઃ વીંટી ખેંચી લાવી એમને.
દાદાશ્રી : સરસ વીંટીને, તે આમ જોતા જાય ! પણ ભોળા, બીજું કશુંય નહીં બિચારાને ! તે એવા ભાઈઓય મળી આવે છે ને ! જુઓ ને, એમને સાચવનાર કેવા મળી આવ્યા પણ ! પુણ્યશાળી હોય ને ! એ લોકોએ પૈણાવી દીધી, બેઉ થઈને. અને ઉપરથી આ ભાઈ ગાળો ભાંડતો હતો, ‘તમને કોણ કહે છે પૈણાવી દેવાનું? મોટા પૈણાવવાવાળા આવ્યા ! જુઓ તો ખરા ! એમના મોઢા તો જુઓ !! આવું બોલે. લોકોને કંઈ કહેવાય આ ફજેતો ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : હં, તે આવું લોકોને કહેવાય નહીં, આપણે જોયા જ કરવું પડે. હિસાબ હશે ત્યારે ભેગા થાય ને, નહીં તો એવા ભત્રીજા કેવી રીતે ભેગા થાય ?
પ્રશ્નકર્તા: હા. કાઢી મેલતા તો સહુને આવડે, એના કરતા નિકાલ કરો
દાદાશ્રી : તે અમારા ચંદ્રકાન્તના ફાધર બહુ અકળાયા. કારણ કે એમને કાકાનો છોકરો થાય આ, મારો ભત્રીજો થાય. “અરે, આને કાઢી મેલવો તમારે શું કહે છે ?